સુરત,
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અને રોજગાર અને તાલીમ નિયામકના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ઉમેદવારોને ઔદ્યોગિક વાતાવરણમાં જ તાલીમ મેળવવાની તક મળી રહે તે માટે તા.૨૪/૦૪/૨૦૧૮ ના રોજ સવારે ૯:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી રોટરી હોસ્પિટલ, રોડ નં. ૬, તલંગપુર રોડ, લક્ષ્મીવીલા ટાઉનશીપની પાસે, સી.આર.પાટીલ નગર, સચિન ખાતે એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યં છે.
આ એપ્રેન્ટિસ ભરતી મેળામાં પસંદ થયેલ ઉમેદવારોને નિયત દરે સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે. યોજનામાં મહત્તમ ઉમેદવારો જોડાય તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અન્વયે અગ્રગણ્ય કંપની તથા ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં ભરતીમેળો રાખવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ધોરણ ૮ પાસથી વધુ કોઈપણ લાયકાત ધરાવતા તેમજ આઈ.ટી.આઈ, ડિપ્લોમા/ ડિગ્રી પાસ ઉમેદવારો વિના મૂલ્યે ભાગ લઈ શકશે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ પ્રમાણપત્રો, આધારકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે ઉપર જણાવેલ સ્થળે હાજર રહેવું. આ એપ્રેન્ટિસ ભરતીમેળામાં ઉમેદવાર ભાગ લઈ શકશે એમ ઇ.ચા મદદનીશ નિયામક (રોજગાર) ની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







