ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ત્રણ વાહનો સહિત વાહન ચોર ઝડપી પાડ્યો.

0
222

ભરૂચ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી વાહન ચોરીની ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝનના સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસોએ ૩ ચોરીના વાહનો સહિત એક વાહન ચોરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં તારીખ ૨૧ મીના રોજ એક એક્ટિવા સ્કૂટરની ચોરી અંગેની ફરિયાદ નોંધાઇ હતી. એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્રારા ચોરીના બનાવ વાળી જગ્યા પર પહોંચી ત્યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતાં તેમાં એક ઈસમ એક્ટિવા લઈને જતો દેખતાં પોલીસે આજુ આજુના સીસીટીવીની ફુટેજની મદદ થી ઝીણવટ ભરી તપાસ કરતાં એક્ટીવા ગાડીની ઉઠાંતરી કરતો ઈસમ ભરૂચ ની સાધના સ્કુલ પાછળ જ આવેલી બળેલી ખો વિસ્તારમાં રહેતો ઈરફાન ઉર્ફે મોલુ મહેબૂબ પઠાણ હોવાની ખુલ્યું હતું.

પોલીસે ઈરફાન ઉર્ફે મોલુ મહેબૂબ પઠાણને ઝડપી પાડી તેની સખ્તાઈ થી પુછતાછ હાથ ધરી હતી. એ ડિવિઝન પોલીસ દ્રારા પૂછતાછ માં એક્ટિવા ગાડીની ઉઠાંતરી કરનાર ઈરફાન ઉર્ફે મોલુ પઠાણ પાસેથી પોલીસે ચોરી કરેલ અન્ય બે મોટર સાયકલ પણ કબ્જે લીધી હતી.

એ ડિવિઝન પોલીસે આરોપી પાસેથી ચોરીની કુલ ત્રણ મોટરસાયકલ કબ્જે કરી હતી. પોલીસે ઈરફાન ઉર્ફે મોલુ મહેબૂબ પઠાણની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY