સુરત આર.ટી.ઓ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ ટ્રાફિક જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

0
6

સુરત, સોમવાર:
ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સામાન્ય નાગરિકોને ટ્રાફિકના નિયમોની યોગ્ય સમજ મળી રહે અને માર્ગ સલામતી અંગે જાગૃત્ત થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા.૨૩ થી ૩૦ એપ્રિલ દરમિયાન ૨૯માં રોડ સેફટી વીક-૨૦૧૮ની દેશભરમાં ઊજવણી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને સુરત આર.ટી.ઓ, સુરત પોલિસ(ગ્રામ્ય) અને એ.આર.ટી.ઓ, બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ પલસાણા ચોકડી ખાતેથી રોડ સેફટી વીકની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સુરત આર. ટી. ઓ. દ્વારા રોડ સેફટી પ્રોજેક્ટ સંદર્ભે ‘ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ પ્રોગ્રામ’ હેઠળ એક વિશિષ્ટ પ્રકારની વાન ‘ટીમવાન’ તૈયાર કરવામાં આવી છે. જેમાં રખાયેલા ઓડિયો વિઝ્યુઅલ સાધનો તેમજ વિશાળ એલઈડી સ્ક્રીન દ્વારા ટ્રાફિક નિયમો અંગે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ફિલ્મ નિદર્શનથી માહિતી આપવામાં આવશે. વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમો, રસ્તા પરના ચિન્હો, ટ્રાફિક લાઈટ નિયમ, સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ પહેરવા અંગે સમજ પૂરી પડાશે.
ટ્રાફિક જનજાગૃતિ અભિયાનના પ્રારંભ પ્રસંગે બારડોલી એ.આર.ટી.ઓના અધિકારીશ્રી જે.આર. ચૌધરીએ પ્રાસંગિક સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અકસ્માઈતો ન થાય તે માટે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન સ્વયયં શિસ્તસથી કરવું જોઈએ. વાહનચાલકોને એક જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારી સમજી ટ્રાફિકના નિયમોની પૂરી જાણકારી હોવી જરૂરી છે. સલામતીપૂર્વક વાહન હંકારવાથી અકસ્માનતો નિવારી શકાય છે. શહેરોના નાગરિકોની સાથે સાથે ગામડાના લોકોમાં પણ માર્ગ સલામતી અંગે જાગૃત્તિ કેળવાય તે જરૂરી છે. આ માટે ગામડાના સરપંચોએ પોતપોતાના ગામોમાં રોડ સેફટી કમિટીની રચના કરી ગામના જાગૃત્ત યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓને સામેલ કરી સરકારના માર્ગ સલામતીના ઉદ્દેશોને પાર પાડવા માટે સહયોગી બનવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સુરત આર.ટી.ઓના અધિકારી બી.કે. વસાવા, પી.એમ.પ્રજાપતિ, રોડ સેફટી પ્રોજેક્ટ એક્ઝીક્યુટીવશ્રી અતુલભાઈ ચૌધરી, ટીમ વાન ટ્રેનર મહેશભાઈ પરમાર, પોલિસ અધિકારીઓ વી.આર. ચૌધરી અને વી.ડી. ગામીત, ગ્રામ્ય પોલિસ સ્ટાફ અને વિવિધ ગામોના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY