નર્મદાની ત્રણ ગ્રામ પંચાયતનાં પરીણામ જાહેર, વિજેતા સરપંચોના  વિજય સરઘસ નિકળ્યા

0
35

કુવરપુરા ગામનાં પ્રથમ સરપંચ તરીકે નિરંજન વસાવા વિજયી બન્યા, જયારે ભચરવાડા માં રેણુકા વસાવા અને ધારીખેડા માં કલ્પના વસાવા સરપંચ

રાજપીપલા : નર્મદાની ૩ ગ્રામ પંચાયતનાં પરીણામ જાહેર થતા શાંતિ પૂર્ણ મતદાન બાદ શાંતિ પૂર્ણ રીતે મામલતદાર નાંદોદ ની કચેરી ખાતે મત ગણતરી કરવામાં આવી જેમાં કુવરપુરા ગામનાં પ્રથમ સરપંચ તરીકે નિરંજન વસાવા વિજયી બન્યા, જયારે ભચરવાડા માં રેણુકા વસાવા અને ધારીખેડા માં કલ્પના વસાવા સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જીલ્લાની ત્રણ ગ્રામ પંચાયતની ચુંટણીનું પરીણામ આજે જાહેર થયુ છે. જેમાં કુંવરપુરા ગામનો આઝાદીનાં 70 વર્ષ બાદ પ્રથમવાર ગ્રામપંચાયતમાં સમાવેશ થયો હતો.જે ગત 22 તારીખનાં રોજ ચુંટણી યોજાયા બાદ આજે સવારે મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી.જે બાદ ભારે રસાકસી બાદ યુવાન નિરંજન વસાવા વિજેતા જાહેર થયા હતા.તેઓએ જણાવ્યુ હતુ કે,આટલા લાંબા સમય બાદ અમારા ગામને સ્વરાજ પ્રાપ્ત થયુ છે એટલે સૌ ગ્રામજનો હળીમળીને વિકાસ કરીશુ અને ગામને વધુમાં વધુ લાભ મળે તે દીશામાં પ્રયત્ન કરીશુ.

જયારે મામલતદાર આઈ.એમ શેખે જણાવ્યું હતું કે શાંતિ પૂર્ણ રીતે આજે મત ગણતરી થઇ અને વિજેતા સરપંચ અને સભ્યો ને શુભેચ્છા આપી સરકારની યોજના નો લાભ લઈને ગામનો વિકાસ કરવાની વાત કરી હતી.

ચીફરિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY