આકરી ગરમીમાં ગુજરાત માં પાણીની કટોકટી વચ્ચે રાજપીપલા શહેર માં મોટી રાહત 

0
12

રાજપીપલા નગર પાલિકા દ્વારા શહેર માં કોઈ પાણી કાપ કે તકલીફ નથી, બે ટાઈમ પૂરતું  અને સાથે સ્વછતા સહીત પાયાની સુવિધામાં નગરપાલિકા અવ્વલ

જોકે જ્યાં પાણીની ગંભીર કટોકટી છે એવા શહેરો માં લોકોને પાણીની કિંમત અને જરૂરિયાત ખબર પડે છે પરંતુ રાજપીપલા ના અમુક વિસ્તારોમાં લોકો દ્વારા પાણીનો ખોટો બગાડ થતા પાલિકા એ દંડ ની કાર્યવાહી કરવી જોઈએ

રાજપીપલા: હાલ પડી રહેલી આકરી ગરમીમાં ગુજરાત ના ઘણા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે આ બાબતે રાજપીપલા શહેરમાં શિયાળાની માફક લોકોને બે સમયસમય ફૂલ પાણી મળતા ખુુબ મોટી રાહત છે અમુક વિસ્તાર ના લોકો પાણીની કટોકટી ને સમજતા કે અનુભવતા ન હોવાથી આડેધડ પાણીનો બગાડ કરતા પણ જોવા મળે છે જેમા ખાસ પોતાના વાહનો વારંવાર ધોવા ઘરની બહાર લાગેલા કોક ખુલ્લા મૂકી પાણી વગર કામનું રોડ પર જતું કરવું ગટરો રોજિંદી સાફ થતી હોવા છતાં નળ ખુલ્લા મૂકી ગટર સાફ કરવા પ્રયાસ કરવો જયારે અમુક લોકોના ઘરો બહાર લાગેલા નડો માટે બંધ કરવા નો કોકજ ન હોવાથી બંને સમય આવતા પાલિકા ના હજારો લીટર પાણીનો બગાડ કરતા જોવા મળે છે ત્યારે આવા લોકો સામે પાલિકા એ કડક પગલાં લઈ દંડ વસુલ કરવો જોઈએ કેમકે જે શહેરો માં પાણીની વિકટ પરીસ્તીથી છે તેવા શહેરોના લોકો ને પાણીની સાચી કિંમત અને મહત્વ સમજાતું હશે પરંતુ રાજપીપલા ના અમુક વિસ્તાર ના લોકો માટે બે સમય ફૂલ મળતા પાણીની કોઈજ કિંમત નથી .જેથી પાણી બચાવવા તમામ લોકો એ પૂરતો સાથ સહકાર આપવો જોઈએ એ સૌના હિતમાં છે.

શહેર ને સ્વછ રાખવું અને પાણી જેવી જરૂરી બાબતની કાળજી લેવા પાલિકા પ્રમુખ ની અપીલ

આ બાબતે પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલે ભાર પૂર્વક જણાવ્યું કે શહેર ના લોકો ને પાયાની સુવિધા બાબતે તકલીફ ન પડે અને તમામ પૂરતી સુવિધાઓ મળે એ માટે હું અમારી ટિમોને હંમેશા ખાસ તકેદારી રાખવા સૂચના આપું છુ ત્યારે નગરજનો એ પણ આ બાબતે પૂરતો સહકાર આપી પાણી જેવી જરૂરી બાબતની ખાસ કાળજી રાખી એનો બગાડ ન કરી આવનારા સમય માં કોઈ તકલીફ ન પડે એ માટે કાળજી રાખવી જોઈએ.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY