ગુજરાતત ભર માં પંચાયત દિવસના ભાગ રૂપે દરેક ગામમાં ગ્રામસભાઓ યોજાઈ

0
64

૧ મે ગુજરાત સ્થાપના દિવસના ભાગ રૂપે અલગ અલગ કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ૨૪ એપ્રિલ ને ગ્રામપંચાયત દિવસ તરીકે ઉજવામાં આવે છે આજે ગુજરાત રાજ્યના દરેક ગામોમાં આજ ના દિન ને પંચાયત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં વિશેષ ગ્રામ સભાઓ રાખવામાં આવી હતી

પંચાયત દિવસના ભાગરૂપે ભરૂચના દયાદરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના વિકાસના કામો અર્થે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

 

ત્યાર બાદ ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો દ્રારા દયાદરા હાઈસ્કૂલ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને બિસ્કિટના પેકેટનું વિતરણ કરી વિશેષ રીતે ગ્રામ પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પંચાયત દિવસના ભાગ રૂપે દયાદરા ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ નફીશા રૂડી, જિલ્લા પંચાયતના સભ્ય,દયાદરા ગ્રામ પંચાયતના સરપંચ,દયાદરાવાલા હાફેજી, સહિત મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY