સુરેન્દ્રનગર ના શેખપર પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં જી ઇ બી નાં કર્મચારીનું મોત

0
127

પરીવાર લગ્નમાં જમતો હતોને
સમાચાર મળ્યા

મૂળી હાઇવેપર શેખપર પાસે સોમવારે મોડીસાંજે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સજાૅયો હતો ,જેમાં બાઇક ચાલક જી ઇ બીનાં કર્મચારીનું ધટના સ્થળેજ મોત નિપજતા પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી છે
મૂળી હાઇવેપર અવારનવાર અકસ્માતસજાૅય છેત્યારે સુરેન્દ્રનગર જુનીહાઉસીંગ બોર્ડમાં રહેતા અને સાયલા પીજીવીસીએલમ‍ાં ફરજ બજાવતા ગોરધનભાઇ જી સાપરા સાંજનાં સમયે નોકરી પુરી કરી મૂળીથી સુરેન્દ્રનગર તરફ જઇ રહ્યા હતાતે દરમ્યાન ત્યાથી પસાર થતાં અજાણ્યા કાર ચાલકે પુરપાટ અને ગફલત ભરી રીતે ચલાવી અકસ્માત સજૅતા ગોરધનભાઇને માંથામાં હાથમાં અને પગનાંભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અગે ૧૦૮ને જાણ કરાતા ઇએમ ટી જયેશભાઇ રાઠોડ સહિતનાં જઇ સારવાર આપી હતી પરંતુ દવાખાને પહોંચે તે પહેલા ગોરધનભાઇનું કમકમાટી ભર્યુ મોત નિપજતા લગ્નની મજા માણી રહેલ પરીવારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ હતુ જયારે રોડ પર ટ્રાફિક જામતા સ્ટાફનાં ડી.બી ચૌહાણ મહેન્દ્રસિંહ સહિતનાંએ સ્થળ પર જઇ કાર્યવાહી આરંભી હતી

 

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી મો.98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY