નર્મદા જિલ્લા માં સગીર બાળાઓ ને લગ્ન ની લાલચે ભગાડી જવાના વધતા બનાવો ચિંતાજનક  

0
135

તિલકવાડા ના સાવલી ગમે થી એક સગીરાને અપહરણ કરી ભગાડી જતા માતા ની ફરિયાદ

રાજપીપલા: નર્મદા જિલ્લા માં હાલ એક બાદ એક સગીર બાળા ઓ ને લગ્નની લાલચે ભગાડી જવાની ઘટના વધી રહી છે ત્યારે તિલકવાડા તાલુકાના સાવલી ગામની વધુ એક સગીર બાળા નું લગ્ન ની લાલચે અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા  આ ઘટના તરફ પોલીસે કોઈ ગંભીર અને નક્કર પગલાં ભરવા જોઈએ

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા ના સાવલી ગામની એક સગીર બાળકીને એનાજ ગામનો યુવાન જયેશ દિનેશ તડવી લગ્ન કરવાના ઇરાદે પટાવી ફોસલાવી ભગાડી અપહરણ કરી જતા બાળા ની માતાએ આ બાબતે તિલકવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી અપહરણ કરનાર જયેશ તડવી અને સાથે લઈ ગયેલ બાળા ની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કાર્ય છે. છાસવારે સગીરાઓને ભગાડી લઈ જવાની બની રહેલી ઘટના બાદ બાળકીઓના વાલિયો  માં પણ ચિંતા જોવા મળી રહી હોય નર્મદા પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરે અને આવા ભગાડી જતા યુવાનો ને સબક શીખવાડે એ જરૂરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY