રિલાયન્સ હોમ ફાયનાન્સના નફામાં ૯૭ સુધી વધારો થયો

0
10

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,
રિલાયન્સ હોમ ફાયનાન્સએ વર્ષના અંતે તેના નફામાં ૯૭ ટકા સુધીનો વધારો નોંધાવ્યો છે. કરવેરા પહેલાનો નફો(પીબીટી) રૂ.૧૩૮ કરોડથી રૂ,૨૭૨ કરોડ નોંધાવ્યો છે. કંપનીએ તેની મજબૂત ત્રિમાસિક વૃÂધ્ધ ચાલુ રાખી છે. ૪થા ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો રૂ.૯૦ કરોડનો નફો જે નાણાંકીય વર્ષ ૨૦૧૭ના ૪થા કવાર્ટરમાં જે રૂ.૪૧ કરોડ હતો તેના કરતાં બમણાંથી વધુનો નોંધાવ્યો છે એમ રિલાયન્સ હોમ ફાયનાન્સના ઇડી અને સીઇઓ રવિન્દ્ર સુધાકલકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ કંપની માટે ખૂબ જ સરસ રહ્યું. ઉદ્યોગોની સરખામણીએ ઝડપી ગતિએ વૃÂધ્ધ થવાનું કારણ સ્વચાલિત ગ્રાહકો અને પરવડે તેવા હાઉસીંગ પર ભાર મૂકવામાં આવે છે, જે બંનેમાં ખૂબ ઉંચી વૃÂધ્ધની ક્ષમતા ધરાવે છે.
રિલાયન્સ હોમ ફાયનાન્સના ઇડી અને સીઇઓ રવિન્દ્ર સુધાકલકરે ઉમેર્યું હતું કે, કંપનીના નાણાંકીય વર્ષ ૨૦૧૮ના પરિણામો ચોલા રિપોર્ટમાં કરેલા અનુમાનોને અનુરૂપ છે. આરએચએફએલએ અસ્કયામતો હેઠળ મેનેજમેન્ટ(એયુએમ)માં ૪૭ ટકાની નોંધપાત્ર વૃÂધ્ધ દર્શાવી હતી. જે તા.૩૧ માર્ચ,૨૦૧૮ના રોજ પૂરા થતાં વર્ષ માટે કુલ રૂ.૧૬,૩૭૯ હતી. કંપની દ્વારા વિતરણમાં પણ ૧૯ ટકાનો વધારો નોંધાયો છે. કુલ આવકમાં પણ રૂ.૪૬ ટકા વધારો નોંધાયો છે અને રૂ.૬૭૧ કરોડ થઇ છે. આરએચએફએલએ તેની લોન પ્રોસેસીંગમાં વિવિધ એરેનાઝ ડિજિટલાઇઝ કર્યા છે. સોર્સીંગથી સંગ્રહોના લીધે ખર્ચ ઘટાડવામાં મદદ મળી છે. તો ઓછી આવક ધરાવતા જૂથોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેની ઓછી કિંમતે શાકા નેટવર્કનો વિસ્તરણ કરાઇ રહ્યું છે. કંપનીનું નેટવર્ક નાણાંકીય વર્ષ ૨૦૧૮માં ૫૪ શહેરોમાં વિસ્તર્યું, જેમાં ૪૫ હજારથી વધુ કલાયન્ટ એકાઉન્ટસ સાથે ૧૨૫ સ્થળોનો સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY