અક્ષયગઢ મહાદેવના મંદિરે દર્શન આપતા સાક્ષાત નાગદેવતા

0
188

કેશોદના અક્ષયગઢમાં આવેલ અક્ષયનાથ મહાદેવના મંદિરમાં નાગ દેવતાના સાક્ષાત દશૅન કરવા કેશોદવાસીઓની ભીડ

કેશોદ થી ત્રણ કિલોમીટર દૂર આવેલ અક્ષયનાથ મહાદેવના મંદિરે  નાગદેવતા શિવલિંગ પાસે બેસી ગયા હતા, પુજારી ને ધ્યાનમાં આવતા ભક્તો ને જાણ કરતાં દશૅન કરવા લાગ્યા હતા. કેશોદ શહેરમાં વાયુવેગે વાત ફેલાઈ જતાં શિવભકતો વાહન દ્વારા ઉમટી પડયા હતાં. શનીઅમાસ ના દિવસે નાગદેવતા દશૅન આપતા આસ્થાભેર કેશોદ ત્થા તાલુકાના ભક્તો ઉમટી પડયા હતાં. સોશ્યલ મીડિય માં ભક્તો દ્વારા ફોટા મુકવામાં પણ આવતા જોરશોરથી પ્રચાર પ્રસાર થતાં ઘોડાપૂર ઉમટી દશૅન નો લાભ લીધો હતો.
એવું પણ કહેવાયછે કે સાક્ષાત દર્શન આપેલાછે તે નાગદેવતા મંદિરના પાછળના ભાગે રાફળો આવેલછે ત્યાં નાગદેવતાનું રહેણાંકછે અને મંદિરની આજુબાજુમાં પણ અનેક વખત નાગદેવતા જોવા મળે છે.

– ઉમેશ પુરોહિત

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY