ઘર ખરીદનારાઓને બચાવવા માટે રિયલ એસ્ટેટ કંપની માટે વટહુકમ લાવશે..!

0
32

ન્યુ દિલ્હી,તા.૨૫
કેન્દ્ર સરકાર દેવાળું ફૂંકી રહેલી રિયલ એસ્ટેટ કંપનીથી ઘર ખરીદનારાઓને બચાવવા માટે વટહુકમ લાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વટહુકમ હેઠલ કોઈ રિયલ એસ્ટેટ કંપ્ની પાસેથી ઘર ખરીદનારાઓને પણ કરજદાતા માનવામાં આવશે. આવામાં દેવાળું ફૂંકનારી કંપ્નીના ભવિષ્યનો નિર્ણય કરવામાં ખરીદારોની વાત પણ સાંભળવામાં આવશે.
તેનાથી એ હજારો ખરીદારોને રાહત મળશે જે પ્રોજેક્ટમાં મોડું થવાને પગલે બિલ્ડરો વિરુદ્ધ લાંબી કાનૂની લડાઈ લડી રહ્યા છે. દેવાળું અને ઋણશોધન અક્ષમતા સંહિતા (આઈબીસી) હેઠળ ઘર ખરીદારોને પણ બિલ્ડરને કરજ આપ્નારી બેન્કોની જેમ અધિકાર મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ સમિતિ આઈબીસીમાં સંશોધન માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ કોર્પોરેટ મંત્રાલયને સોંપી દીધો છે. એવું મનાય રહ્યુ છે કે આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સમિતિના રિપોર્ટને રાખવામાં આવી શકે છે અને તેના પર મહોર લગાવાઈ શકે છે. ખરીદાર લાંબા સમયથી કહી રહ્યા છે કે રેરા કાનૂન અને આઈબીસીની અમુક જાગવાઈઓમાં વિરોધાભાસ છે.
ઉલ્લેખનીય છે કે કોર્પોરેટ મામલાના સચિવ એન્જીતી શ્રીનિવાસની આગેવાનીવાળી સમિતિના સુચન મળ્યા બાદ મંત્રાલયના સંશોધનોની યાદી તૈયાર કરી હતી. તેનો હેતુ એ છે કે કરજદાતા નિષ્ફળ થઈ રહેલી કંપ્નીના ગ્રાહકોના હિતોની રક્ષા કરી શકાય સાથોસાથ એ કંપ્ની અથવા કારોબારને કોઈ અન્ય કંપ્નીને સોંપી પુનરોદ્ધાર કરી શકાય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY