સુરત, તા.૧૮
નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી ખાતે કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સહયોગ વડે રૂ.૧૧૦ કરોડથી વધુના ખર્ચે વૈશ્વિક કક્ષાનું રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક પ્રોજેકટ તૈયાર થઇ રહયો છે. તાજેતરમાં કેન્દ્ર સસ્કારના સાંસ્કૃતિક વિભાગના સચિવ અને અન્ય અધિકારીઅો દ્વારા દાંડી ખાતે થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જેના ભાગરૂપે નવસારી સાંસદ સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ, કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયા, જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ સહિતના પદાધિકારીઅો અને અધિકારીઅોએ દાંડી મેમોરીયલ પ્રોજેકટની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી ડીસેમ્બર-૧૮ સુધીમાં આ પ્રોજેકટની સંપુર્ણ કામગીરી પુર્ણ કરવા કેન્દ્રીયકક્ષાએ સુચનાઅો આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ મેમોરીયલની ડીઝાઇન આઇઆઇએમ મુંબઇ દ્વારા તૈયાર કરવામાં આવી છે. સાંસદ સી.આર.પાટીલ અને નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ અધિકારીઅો સાથે બેઠક કરી, કામગીરી બાબતે ચર્ચા-વિચારણા કરી હતી. કલેકટરે કામગીરી સુચારૂ રીતે થાય અને સમયસર કામગીરી પુર્ણ થાય તે માટે સુચન કયુ* હતું. સાંસદ સહિતના અધિકારીઅો-પદાધિકારીઅોએ દાંડી મેમોરિયલ પ્રોજેકટની થઇ રહેલી કામગીરી કોકોનટ પ્લાન્ટેશન, સોલાર ટ્રી, અોડિટોરિયમ, લાયબ્રેરી વગેરેની મુલાકાત લીધી હતી. દાંડી ખાતે પુ. મહાત્મા ગાંધીજીએ દાંડી સત્યાગ્રહ દરમિયાન મીઠાના કાયદાનો ભંગ કરીને અંગ્રેજા સામે આઝાદીની લડત શરૂ કરી હતી. દાંડીની વૈશ્વિક અોળખ ભી કરવા રાષ્ટ્રીય નમક મેમોરિયલના નેજા હેઠળ કામગીરી થઇ રહી છે. દાંડી ખાતે દાંડીયાત્રામાં જાડાયેલા સત્યાગ્રહીઅોના પુતળાઅો ભા કરવામાં આવશે. ૪૦ ફૂટ ચે ટાવર ભું કરીને ગાંધીજની પ્રતિમા પર પ્રકાશ પાથરવામાં આવશે. ૪૦ સોલાર ટ્રી વડે રોશની ઉપરાંત મધ્યમાં તળાવ બનાવવામાં આવી રહયું છે. પુ. મહાત્મા ગાંધીજીના જીવનચરિત્ર, દાંડીયાત્રા અને આઝાદી અંગે મ્યુઝીયમમાં માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઇઆઇએમ મુંબઇની અધિકારીઅોની ટીમ દ્વારા દરિયા કિનારાને અનુરૂપ ડીઝાઇન તૈયાર કરી છે. દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની કામગીરી ઝડપભેર કામગીરી થઇ રહી છે. ડીસે-૧૮ સુધીમાં કામગીરી પુર્ણ થાય અને ઝડપભેર આ સ્મારકનું લોકાર્પણ થાય તે માટે તૈયારીઅો કેન્દ્ર અને ભારત સરકારના અધિકારીઅો દ્વારા કરવામાં આવી રહી છે. ટુંકાગાળામાં લોકોને દાંડી ખાતે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવા તંત્ર કામે લાગી ગયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




