પૂંછ સેક્ટરમાં ધોરણ-નવમા ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ

0
202

પૂંછ,તા.૨૫
પાક્સો એક્ટમાં પરિવર્તનના અમુક કલાકોની અંદર જ દેશના જુદા-જુદા ભાગોમાંથી બળાત્કારના કેટલાક કિસ્સા સામે આવી ચૂક્્યા છે. કઠુઆ સામૂહિક બળાત્કારને લઈને અત્યારે લોકોનો ગુસ્સો રોકાઈ રહ્યો નથી કે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં વધુ એક બાળકી સાથે બળાત્કારનો શિકાર બની છે. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ૯ માં ધોરણની એક વિદ્યાર્થિનીની સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ગેંગરેપનો આરોપ વિદ્યાર્થિનીના ગામના ૨ યુવકો પર લગાવાયો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. નવમાં ધોરણમાં અભ્યાસ કરનાર સગીર બાળકી સ્કુલેથી પાછી ફરી રહી હતી તે સમયે બે યુવકોએ તેને પકડી લીધી. આ યુવક બાળકીના જ ગામનો હતો અને આની ઓળખાણ અઝહર મોહમ્મદ નિવાસી સલોત્રી અને મોહમ્મદ રફીક નિવાસી ઝલાસ તરીકે કરાઈ છે. આરોપીઓએ વિદ્યાર્થિનીનું અપહરણ કરીને બંધક બનાવી હતી. જે બાદ બંનેએ વારંવાર બળાત્કાર ગુજાર્યો.
વિદ્યાર્થિનીની હત્યા કરી નાખવાની ધમકી આપીને ઘટના સ્થળે મૂકીને જતા રહ્યા. ઈજાગ્રસ્ત પરિસ્થિતિમાં પીડિતા આખરે ગમે તેમ કરીને પોતાના ઘરે પહોંચી અને સમગ્ર ઘટનાની જાણકારી પરિવારજનોને આપી. જે બાદ પરિવારજનો બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જાકે દરેક આરોપીઓની ધરપકડ કરી શકાઈ નથી પરંતુ પોલીસ દાવો કરી રહી છે કે ઝડપથી જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY