વિદેશી ભંડોળ મેળવવાના નિયમોના ઉલ્લંઘન મુદ્દે ગૃહમંત્રાલયે ઇન્ફોસિસનું રજિસ્ટ્રેશન રદ્દ કર્યું

0
24

ન્યુ દિલ્હી,તા.૧૩
ગૃહ મંત્રાલયે બિન સરકારી સંગઠન ઈન્ફોસિસ ફાઉન્ડેશન સામે વિદેશી ભંડોળ મેળવવાના નિયમોના કરેલા ઉલ્લંઘન માટે કાર્યવાહી કરીને રજિસ્ટ્રેશન રદ કરી દીદું છે. અધિકારીઓ દ્વારા બેંગલુરુના આ સંગઠન સામે કરવામાં આવેલી કાર્યવાહીની સોમવારે જાણકારી આપી હતી.
વિદેશમાંથી ભંડોળ મેળવતા એનજીઓએ હ્લઝ્રઇછ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જે અંતર્ગત મળેલા વિદેશી ફંડનો હિસાબ નાણાકીય વર્ષ પૂરું થયાના નવ મહિનાની અંદર સરકારને આપવાનો હોય છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રાલયે ઇન્ફોસિસને ગત વર્ષે શો કાઝ નોટિસ મોકલી હતી. સંગઠને છેલ્લા થોડા વર્ષોથી વાર્ષિક વિવરણ આપ્યું નહોતું. વારંવાર યાદ અપાવવા છતાં તેમણે વાત ધ્યાનમાં લીધી નહોતી.
ઈન્ફોસિસ ફાઉન્ડેશને કહ્યુ કે, તેમણે ગૃહ મંત્રાલયને એફસીઆરએ રજીસ્ટ્રેશન રદ કરાવવા માટે અરજી કરી હતી. જે બાદ ગૃહમંત્રાલયે આ કાર્યવાહી કરી. વર્ષ ૧૯૯૬માં શિક્ષા, ગ્રામીણ વિકાસ, સ્વાસ્થ્ય સેવા, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલા ફાઉન્ડેશનના પીઆરઓના જણાવ્યા મુજબ, ૨૦૧૬માં કરવામાં આવેલા સુધારા બાદ તેમનું સંગઠન આ કાયદા અંતર્ગત આવતું નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY