સુરત મહાનગરપાલિકા નો એસેસમેન્ટ એન્ડ રિકવરી ઓફિસર પી કે જરીવાલા લાંચના છટકામાં ઝડપાયો

0
56

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સુરત મહાનગરપાલિકા નો અધિકારી લાંચ માંગે છે તેવી અરજી એન્ટી કરપ્શન બ્રાન્ચના મદદનીશ નિયામક સુરત ના આર.એસ.પટેલ સાહેબને મળતા તેમની સીધી દોરવણી અને સૂચના હેઠળ સુરત શહેરના એસીબી પોલીસ ઇન્સ્પેકટર સી.કે પટેલ દ્વારા સફળ છટકું ગોઠવાયું અને લાચિયો અધિકારી આબાદ ઝડપાયો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસારફરીયાદી ના મામા સસરાના મકાનના વેરા બીલમાં કબ્જેદાર તરીકે ભાડુઆતનુ નામ ચાલી આવતુ હોય અને ભાડુઆત મકાન ખાલી કરીને ચાલ્યા ગયેલ હોય જેથી નવા વેરા બીલમાં કબ્જેદાર તરીકે ભાડુઆતને બદલે માલીકનુ નામ લખાઈ આવે તે માટે મકાન માલીકે અરજી કરેલ જે અંગે કોઈ કાર્યવાહી આ કામના આરોપી પી કે જરીવાલા
એસસમેન્ટ એન્ડ રીકવરી ઓફિસર,વર્ગ-૦૨ ,વરાછા ઝોન ઓફિસ સુરત મહાનગરપાલીકા સુરત
નહી કરતા હોય ફરીયાદીએ તે કાર્યવાહી કરાવવા માટે આરોપીનો સંપર્ક કરતા આરોપી એ રૂ.૫૦૦૦/- વ્યવહાર પેટે લાંચની માગણી કરેલ જે બાબત ની ફરિયાદીએ એ એ.સી.બી.માં આવી ફરીયાદ કરતા આજરોજ લાંચ ના છટકાનુ આયોજન કરતા આરોપી એ ફરીયાદી પાસે થી લાંચની માંગણી કરેલ રકમ રૂપિયા 5000
વરાછા ઝોન ઓફિસ એસ.એમ.સી.વરાછા સુરત ખાતે સ્વીકારી પંચો ની હાજરીમાં પકડાય જઈ ગુનો કર્યા હતો.જેની વધુ તપાસ
સુરત શહેર એસીબી ચલાવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દિન-બ-દિન સરકારી અધિકારીઓ લાંચ માંગતા જરાય અચકાતા નથી જેને પરિણામે રોજેરોજ અરજદારો ગુજરાત એન્ટિકરપ્શન બ્યુરો પર વિશ્વાસ મૂકી અરજી કરતા હોય છે ત્યારે ગુજરાત એ.સી.બી દ્વારા સફળ છટકાનું આયોજન કરી ગતરોજ પણ પાલનપુરના જીપીસીબીના અધિકારીને પકડી પાડયો હતો એસીબી ની કામગીરી દિન-બ-દિન વધતા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ ગતરોજ એસીબીમાં 20 ઇન્સ્પેક્ટરોની તાત્કાલિક બદલી કરી હતી જેથી એસીબી ની કામગીરી વધુ ઝડપી અને સક્ષમ બને આમ દેર આયે દુરુસ્ત આયે ની જેમ સ્ટાફની ભરતી થતાં એસીબીના પોલીસ અધિકારીઓ પર પણ કામનો બોજો ઘટયો હોઇ સંતોષ જોવા મળે છે જો આ જ રીતે ગુજરાત એસીબી કામ કરતી રહી તો ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારી દૂર થશે એ નિર્વિવાદ હકીકત છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY