ચીનનો અંદાજા, ૨૦૧૯ પછી પણ રહેશે મોદી
દિલ્હી,તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્ર્પતિ શી જિનપિંગની વચ્ચે ચીનના શહેર વુહાનમાં ૨૭ અને ૨૮મી એપ્રિલના રોજ એક અનૌપચારિક બેઠક યોજાવાની છે. આ બેઠક માટે વડાપ્રધાન આજે ચીન જશે. તેમજ ચીનના રાષ્ટ્ર્પતિ શી જિનપિંગ આજે વુહાન શહેર પહોંચી ગયા છે. આ અનૌપચારિક સમિટ ૨ દિવસ સુધી ચાલશે. આ બેઠકમાં, ભારત અને ચીન સાથે સંકળાયેલા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થશે. જા કે, આ બેઠકમાં કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવશે નહીં.
સમિટ માટે શી જિગપિંગ આજે જ વુહાન શહેર પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી કાલે સમિટમાં પહોંચશે. વુહાન સમિટમાં અનૌપચારિક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે, આ બેઠકમાં કોઈપણ નિશ્ચિત કાર્યસૂચિ વગર ઘણા વ્યાપક મુદ્દાઓ પર વાત થશે. અને આગામી ૧૦૦ વર્ષ માટે એક મિશાલ કાયમ થઈ શકે છે. બંને નેતાઓ હવે ડોકલામથી આગળ વધી અન્ય મુદ્દા પર પણ વિશેષ ચર્ચા કરશે.
ભારતીય બાબતો સાથે સંકળાયેલા ચીનના નાયબ વિદેશ પ્રધાન કોંગ શુઆનયુએ આ સંકેત આપ્યા છે કે શા માટે ચીન મોદીની નજીક આવી રહ્યુ છે. ભારતમાં ૨૦૧૯માં ચૂંટણી છે, પરંતુ ચીન એવું વિચારે છે કે ૨૦૧૯ પછી પણ મોદી ભારતના વડાપ્રધાન રહેશે. શુઆનયુ જણાવે છે કે શી અને મોદી બંને પાસે વ્યૂહાત્મક દ્રષ્ટિ અને ઐતિહાસિક જવાબદારી છે. બંને પાસે તેમની જનતાનો વ્યાપક ટેકો છે અને તેઓ આ સંબંધને ખૂબ જ મહત્વ આપી રહ્યાં છે.
ભારતની આ ચિંતાઓ પર થઇ શકે છે ચર્ચા
૧. સીમા વિવાદ
૨. વ્યાપાર અસંતુલન
૩. પીઓકેમાં ચીનના હસ્તક્ષેપ પર ચર્ચા
૪. આતંકવાદી મસુદ અજહર
૫. બ્રહ્મપુત્ર નદી પર હાઇડ્રાપાવર યોજના
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







