ઉડતા પંજાબ, કોંગ્રેસના MLAનો જ ડોપ ટેસ્ટ પોઝિટિવ

0
193
ડ્રગ્સના દુષણને દુર કરવા પંજાબમાં સરકારી કર્મચારીઓ માટે ડોપ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે

નશાની સમસ્યા સામે ઝઝૂમી રહેલા પંજાબમાં કોંગ્રેસની સરકારે હવે તમામ સરકારી કર્મચારીઓ માટે ડોપ ટેસ્ટ અનિવાર્ય બનાવ્યો છે. જો કે કેપ્ટન અમરિન્દર સરકાર માટે શરમજનક ઘટના એ બની છે કે તેમની પોતાની પાર્ટીના જ એક એમએલએ ડોપ ટેસ્ટમાં ફેલ થઈ ગયા છે. કરતારપુરના કોંગ્રેસના વિધાયક સુરિન્દર ચૌધરીના ડોપ ટેસ્ટનુ રિઝલ્ટ પોઝિટિવ આવ્યુ છે. તેમના યુરિનના સેમ્પલમાં નશીલી દવા બેન્ઝોડાઈજેપિનના અંશ મળી આવ્યા છે. આ દવા સામાન્ય રીતે ડિપ્રેશન અને અનિંદ્રાની બીમારી ધરાવતા લોકો લેતા હોય છે. જ્યારે એમએલએનુ કહેવુ છે કે મેં મારુ દિમાગ રિલેક્સ થાય તે માટેની દવા લીધી છે. જેનુ ડોક્ટરે લખેલુ પ્રિસ્ક્રિપ્શન પણ મારી પાસે છે. પહેલી વખત એવુ બન્યુ છે કે કોઈ રાજકારણીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પંજાબમાંથી ડ્રગ્સની સમસ્યા દુર કરવા માટે સરકારે ડોપ ટેસ્ટનો નિયમ અમલમાં મુકયો છે. એ પછી એક પછી એક નેતાઓ ડોપ ટેસ્ટ કરાવીને દાખલો બેસાડવા માંગી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY