રાજપીપલાથી નાસિક જતી બસ રોજિંદી  લેટ પડતા અટવાતા મુસાફરો અને પાર્સલો  

0
14

સુરત થી આવતા અખબારો ના પાર્સલ રોજિંદા મોડા પડતા તકલીફ,આટલા લાંબા રૂટ ની બસ ખખડધજ અપાતા ડ્રાઈવર અને કન્ડક્ટરો પણ માર્ગ માં અટવાઈ પડે છે.

રાજપીપલા:
નર્મદા જિલ્લા ના વડા રાજપીપલા ડેપો માંથી ઉપડતી એસ ટી બસો પૈકી મોટા ભાગની ભંગાર હાલતમાં હોવાથી વારંવાર રસ્તામાં બગડતા મુસાફરો ની સાથે સાથે ડ્રાઈવર કંડક્ટર પણ અટવાઈ પડે છે ત્યારે હાલ રાજપીપલા થી નાસિક જઈ પરત ફરતી રેગગુલર બસ પારસીંગ માં જતા એ રૂટ પર અન્ય ભંગાર બસ ફાળવાતા પરત રાજપીપલા આવવામાં રોજિંદી મોડી પડતા મુસાફરોની સાથે સુરત થી આવતા અખબારોના બંડલો પણ કલાકો મોડા પડતા ભારે તકલીફ છે ત્યારે ડેપો પાસે અન્ય કોઈ સારી અને વધારાની બસ ન હોવાના કારણે અને ડેપોના વર્કશોપ મા પણ લાલીયાવાડી કામ થતા છાસવારે બસો બગડવાની ઘટના બની રહી છે ત્યારે એસ ટી નિગમ ની લાલીયાવાડી ના કારણે ખાનગી વાહન માલિકો ને ઘીકેળાં થઈ પડે છે રાજપીપલા થી નાસિક જતા લાંબા રૂટ પર યોગ્ય અને સારી એસ ટી બસ મુકાય એ જરીરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY