રાજપીપલામાં થોડા દિવસો બાદ ફરી આખલા દેખાતા પાલિકાની ટિમ ત્રાટકી

0
11

પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ દ્વારા કડક સૂચના બાદ સમયાંતરે ઠેર ઠેર આખલા પકડ અભિયાન જારી.

રાજપીપલા:
રાજપીપલા ખાતે અગાઉ આતંક મચાવતા  અને રાહદારીઓને નુકશાન પોંહચાડતા સાંઢો ને ઝડપવા પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલની કડક સૂચનાથી અગાઉ દસ જેવા આખલાઓને પાલિકાની ટીમે જબ્બે કરી જંગલમાં છોડી મુખ્ય બાદ રાજપીપલા શહેર માં ઘણી રાહત થઈ હતી ત્યારે શનિવારે ફરી આખલા દેખા દેતા પ્રમુખની સૂચના મુજબ પાલિકા ના સુપરવાઇઝર જગદીશભાઈ વસાવા અને તેમની ટિમ બાજ નજર રાખતા ફરી ચારેક આખલાઓને ઝડપી જંગલ તરફ છોડી મુકાયા હતા જોકે સમયાંતરે લોકોને અને વાહનોને નુકશાન કરતા આ આતંકી આખલાઓને દેખાય ત્યારે તુરતજ જબ્બે કરી દૂર છોડી મુકવાની પાલિકા પ્રમુખની કડક સૂચના ના કારણે પાલિકાના કોઈ પણ કર્મચારીને આખલા દેખાતા ટિમ ને તરત જાણ કરી દેતા આ તોફાની સાંઢો ને તરત પકડવાની કામગીરી હાથ ધરાય છે ત્યારે એમાં શનિવાર કે રવિવાર ની રજા હોવા છતાં લોકોની સલામતી ને ધ્યાને રાખી આ કામગીરી તાબડતોબ કરતા અન્ય શહેરો કરતા રાજપીપલા ખાતે આ બાબતે ઘણી રાહત છે.ત્યારે પાલિકા પ્રમુખની જનહિત બાબતેની લાગણી ની પ્રશંસા હંમેશા લોકો કરતા આવ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY