ભરૂચ જિલ્લા પોલીસ દ્રારા શસ્ત્ર પ્રદર્શન નું આયોજન કરાયું.

0
70

આજ રોજ ભરૂચ જિલ્લા પોલીસ દ્રારા શ્રવણ ચોકડી પર આવેલ સ્વામિનારાયણ ગુડવીલ સ્કૂલ ખાતે શસ્ત્ર પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી ૧ મે એ ગુજરાત રાજ્યનો ૫૮ મો સ્થાપના દિવસ ભરૂચ જિલ્લામાં ઉજવામાં આવનાર છે ત્યારે ભરૂચ જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આખું ભરૂચ રોશની થી ઝગમગી ઉઠ્યું છે. ગુજરાત ના સ્થાપના દિવસ અંતર્ગત દરેક વિભાગો દ્રારા જુદા જુદા કાર્યક્રમો ના પણ આયોજન કરવામાં આવ્યા છે જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લા પોલીસ તરફ થી તારીખ ૨૮/૪/૧૮ થી તારીખ ૩૦/૪/૧૮ સુધી શ્રવણ ચોકડી પાસે આવેલ ગુડવીલ ખાતે શસ્ત્ર પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેનો સમય સવારે ૧૧ થી ૭ સુધી રાખવામાં આવેલ છે.

આ શસ્ત્ર પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે
ભરૂચ જિલ્લા સમાહર્તા રવીકુમાર અરોરા ,જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસિંગ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, દિવ્યેશ પટેલ,મારુતિસિંહ અટોદરિયા,હેડ ક્વાર્ટર ડી.વાય.એસ.પી વિનય શુકલા, ભરૂચ ડી.વાય.એસ.પી એન.એમ.ચૌહાણ,સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ શસ્ત્ર પ્રદર્શનમાં લોકોને હાલના આધુનિક શસ્ત્રો અને તેની મારક્તા અને કાર્યપ્રણાલી અંગે વિશેષ સમજણ આપવામાં આવશે.આ શસ્ત્ર પ્રદર્શન દ્રારા વિદ્યાર્થીઓની સશસ્ત્ર બળો તરફ ની અભિરૂચીને પ્રોત્સાહિત કરવાના અર્થે રાખવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્રારા શસ્ત્ર પ્રદર્શન જોવા ભરૂચ ના નાગરિકો ને આમંત્રણ પાઠવ્યું છે.

રીપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ મો:-9537920203

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY