ઇસ્લામાબાદ,તા.૨૮
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત પ્રાપ્ત કર્યા બાદ નરેન્દ્ર મોદી ફરી એકવખત વડાપ્રધાન પદના શપથ લેવાના છે. જા કે આ વખતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પાડોશી દેશ પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ ના મળતા પાકિસ્તાને પ્રતિક્રિયા આપી છે. કુરેશીએ કહ્યુ કે, ઇમરાનને ન બોલાવવા એ ભારતની મજબૂરી છે
પાકિસ્તાને પોતાની શ‹મદગી છુપાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાનિક રાજકારણે તેમને પાકિસ્તાની સમકક્ષને બોલાવાની મંજૂરી આપી નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ કે તેમનું આખું ચૂંટણી કેમ્પેઇન જ પાકિસ્તાન વિરોધ પર આધારિત હતું. એવી આશા વ્યક્ત કરવી બેવકૂફી હશે કે તેઓ ઝડપથી પોતાના પાક વિરોધી રાગથી છુટકારો મેળવી શકે છે.
કુરૈશીએ કહ્યુ કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને સામાન્ય ચૂંટણીમાં જીત્યા બાદ શુભેચ્છા પાઠવી હતી અને એક પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યુ કે બંને દેશોના સંબંધો લેવડ-દેવડ પર આધારિત છે અને પીએમ ઇમરાન ખાને મોદીને સદ્ભાવના તરીકે મોદીને જીતની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ફરી કાશ્મીર રાગ આલાપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ વખતે શપથ ગ્રહણ સમારંભમાં બિમ્સટેક દેશો બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાનને આમંત્રણ પાઠવ્યા છે. પીએમ મોદીના ૨૦૧૪ના શપથ ગ્રહણ સમારંભમાં સાર્ક દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને માલદીવ્સને બોલાવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




