પાલમપુર,
તા.૨૮/૪/૨૦૧૮
પીડિતા અને તેના મિત્ર પર મંદિરેથી પાછા ફરતા સમયે હુમલો કરવામાં આવ્યો
કઠુઆ અને ઉન્નાવ ગેંગરેપ કેસને પગલે સમગ્રદેશમાં ચાલી રહેલો રોષ અત્યારે રોકાયો નથી કે હિમાચલ પ્રદેશમાં બળાત્કારની વધુ એક ઘટના ઘટી છે. હિમાચલના પાલમપુરમાં એક ૧૫ વર્ષીય સગીરા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. આ સગીરા પોતાના મિત્ર સાથે મંદિરથી દર્શન કરીને પાછી ફરી રહી હતી. હિમાચલમાં બહુચર્ચિત ગુડિયા રેપ કાંડ બાદ હવે પાલમપુર નજીક જંગલમાં પાંચ લોકોએ ૧૫ વર્ષની એક યુવતી સાથે કથિતરીતે બળાત્કાર કર્યો છે. કાંગડા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી સંતોષ પટિઆલીએ જણાવ્યુ કે શુક્રવારે પાલનપુરના મશહૂર ગઢ માતા મંદિરમાં દર્શન કરીને પાછા ફરતા સમયે પીડિતા અને તેના પુરષ મિત્ર પર હુમલો થયો.
હુમલામાં પીડિતાનો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તેમણે જણાવ્યુ કે પીડિતાનું અપહરણ કરીને જંગલોની વચ્ચે લઈ ગયા અને ત્યાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો. આ સંબંધમાં પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કાંગડા પોલીસ અધિકારીએ જણાવ્યુ કે કેસ નોંધી લેવાયો છે અને તપાસ ચાલી રહી છે. આરોપીઓ સાથે કડક વર્તન કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





