(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણા, તા. ૩૦
બિહારના જેહાનાબા જિલ્લામાં એક યુવતી સાથે જાહેરમાં છેડતીને લઇને વિડિયો વાયરલ થયા બાદ રાજ્ય પોલીસ સક્રિય થઇ ગઇ છે અને માનવતાને શરમજનક Âસ્થતિમાં મુકનાર આ વિડિયોમાં સામેલ રહેલા આરોપીઓ પૈકીના ચારને પકડી પાડવામાં આવ્યા છે. ત્રણ હજુ પણ ફરાર છે. પટણા રેંજના આઈજી નય્યર હસનૈન ખાને કહ્યું છે કે, યુવતી સગીરા છે. જેહાનાબાદમાં છેડતી અંગેનો વિડિયો સપાટી ઉપર આવ્યા બાદ પોલીસે ચારને પકડી લીધા છે. ૨૪ કલાકમાં જ ચારને પકડી પડાયા છે જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલી રહી છે. આઈજીએ કહ્યું હતું કે, ૨૮મી એપ્રિલની રાત્રે પોલીસને વિડિયો હાથ લાગ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, છથી વધુ યુવાનો તેની છેડતી કરી રહ્યા હતા. જે ફોનથી વિડિયો બનાવવામાં આવ્યો હતો તે ફોનને પણ જપ્ત કરી લેવાયો છે. વિડિયોમાં દેખાતા બે શખ્સોની ઓળખ થઇ ચુકી છે. બે આરોપી વિડિયો બનાવી રહ્યા હતા. પુછપરછથી અન્ય ચારપાંચ લોકોથી માહિતી મળી છે. આ સંદર્ભમાં હજુ સુધી કોઇ ફરિયાદ દાખલ કરાઈ નથી. છેડતીનો શિકાર થયેલી યુવતીની ઓળખ થઇ શકી નથી. જેહાનાબાદ ઉપરાંત ગયામાં દરોડા પડાયા છે. વિડિયોમાં સગીરા તેને છોડી દેવા માટે વિનંતી કરતી સ્પષ્ટ સંભળાય છે. આ સગીરાને માર મારતા પણ યુવકો નજરે પડે છે. આ મામલાને લઇને રાજનીતિ ગરમ થઇ ગઇ છે. મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર તેજસ્વી યાદવેએ આકરા પ્રહારો કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






