સુરત,તા.૨૫
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇ-વે પર એક અજાણ્યા વાહનની ટક્કરે દીપડીનું મોત નીપજ્યું હતું. હાઇ-વે ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહને દીપડીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રોજ વહેલી સવારે જૂનાગઢના વંથલી નજીક હાઈ-વે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત નીપજ્યું હતું.
મોડી રાત્રે વલસાડના અતુલ અને પારડી વચ્ચે નેશનલ હાઇ-વે પર અજાણ્યા વાહને દીપડીને ટક્કર મારી હતી. હાઇ-વે ક્રોસ કરવા જતાં દીપડીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જાકે, દીપડી ઉપરથી પસાર થતાં વાહનચાલકોએ દીપડીના મૃતદેહને હાઇ-વેની સાઇડમાં ખસેડ્યો હતો. દીપડીના મોત અંગે જાણ થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આગળની કામગીરી હાથ ધરી છે.
જૂનાગઢના વંથલી પાસે સોમનાથ નેશનલ હાઇ-વે પર ગત રોજ બુધવારે વહેલી સવારે અજાણ્યા વાહનચાલકે દીપડાને ઠોકર મારતા રોડ પર તરફડ્યા મારીને મોતને ભેટ્યો હતો. વાહનચાલક દીપડાને હડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યારે મોડી રાત્રે વલસાડ નજીક અજાણ્યા વાહનની ટક્કરે દીપડીનું મોત નીપજ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




