સુરત,
તા.૧૮/૦૩/૨૦૧૮
રેતી ખનન મામલે ફરિયાદી લલિત ડોંડાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ફરિયાદ પરત ખેંચવા ફરિયાદીને ધમકી અપાઇ છે. ધારસભ્યનો માણસ બોલું છું કહી ધમકી આપી છે. પરિવાર સહિતના લોકોને મારી નાખવાની ધમકી આપી છે. રથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાના પુત્ર શરદ વિરૂદ્વ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે, સુરતના સરથાણા વિસ્તારમાં તાપી નદી કાંઠે ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે. જેમાં મોટા પ્રમાણમાં રેતી ભરી ટ્રકો નીકળે છે. જેના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા પણ અપાયા હતા. કા‹ટગના વેપારી દ્વારા સરકારી તંત્રને ફરિયાદ પણ કરાઇ હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"