ગત નવેમ્બર 2016 ના વર્ષ માં બાતમીના આધારે પ્રવીણ તડવી અને કરમસિંંંહ વસાવાા ને પી આઈ સચિન પવારે ગાંજા સાથે ઝડપી કેશ કર્યાં બાદ સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલ ની દલીલો બાદ કોર્ટે બંને ને પાંચ પાંચ વર્ષની સજા અને દસ દસ હાજરનો દંડ ફટકારતા ફફડાટ
રાજપીપલા:નવેમ્બર 2016 ના વર્ષ માં એલ સી બી અને એસ ઓ જી નો ચાર્જ સાંભળતા પી આઈ સચિન પવાર ધનસેરા ચેક પોસ્ટ પર પ્રોહિબિશન અંગેની નાકાબંધી માં હતા ત્યારે બાતમી મળી હતી કે કનખડી ગામમાં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવા પોતાના ખેતર તથા ઘરમાં ગેરકાયદેસર ગાંજા ના છોડ વાવી વેપાર વેચાણ કરે છે જેથી પોલીસે ગત તારીખ 11-11-2016 ના રોજ રેડ કરતા એમની પાસે થી ઘરમાં સૂકો ગાંજો 2.80 કિલોગ્રામ તથા લીલા ગાંજો સાથે કુલ વજન 41.848 કિલોગ્રામ મળી આવેલ જેની કિંમત રૂપિયા 4,18,400/- ગણી કેશ કર્યો હતો ત્યારે આ કેશ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટ ના જજ એન આર જોશી સાહેબ ની કોર્ટ માં ચાલી જતા ફરિયાદી તરફ થી મુખ્ય જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની ધારદાર દલીલો અને પુરાવાઓ ને ધ્યાને રાખી કોર્ટે બંને આરોપીઓ માં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવાને પાંચ પાંચ વર્ષ ની સજા અને દસ દસ હજાર નો દંડ ફટકારતા બેનંબરિયાઓ માં ફફડાટ ફેલાયો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





