ચંડીગઢ,તા.૨૨
આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઇ જનાર સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ જાડાવા જઇ રહ્યું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે.
કપિલ શર્માએ પોતાના લગ્નની ડેટ કન્ફર્મ કરતાં જણાવ્યું કે, લગ્ન ૧૨ ડિસેમ્બરે ગિન્નીના હોમ ટાઉન જલંઘરમાં થશે. આ સમારોહને તે સિમ્પલ રાખવા માગતો હતો પરંતુ ગિન્ની તેના માતા-પિતાની એકમાત્ર દિકરી છે તેથી તેઓ તેમના લગ્ન ધામધૂમથી કરવા માગે છે. હું તેમની ભાવના સમજુ છું. મારી માતા પણ આમ જ ઇચ્છે છે.
કપિલે કહ્યું કે, જ્યારે મારા ભાઇના લગ્ન થયાં હતાં ત્યારે હું વધારે કમાતો ન હતો. અમે ઘણાં ઓછા લોકો સાથે જાન લઇને ગયાં હતાં અને ભાભીને ઘરે લાવ્યાં હતા. પરંતુ જ્યારે મારી બહેનના લગ્ન થયાં ત્યારે હું સારુ કમાતો થઇ ગયો હતો. તે અમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે ઘણો ભવ્ય લગ્નપ્રસંગ હતો.
એક અહેવાલ અનુસાર કપિલ શર્મા અને ગિન્ની ચતરાથ લગ્નનું ફંક્શન ચાર દિવસ સુધી ચાલશે. લગ્ન પંજાબી સ્ટાઇલમાં થશે. તેમાં નજીકના સંબંધીઓ અને મિત્રો જ સામેલ થશે. તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપિલના લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા સ્ટાર્સ પણ સામેલ થશે. પંજાબમાં લગ્ન બાદ કપિલ મુંબઇમાં એક રિસેપ્શન પણ આપશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



