વડોદરા,
તા.૨/૫/૨૦૧૮
રૃ.૪.૫૦ લાખની કેશ પરત આપવી ન પડે તે માટે હરણી રોડ પર રહેતા સૂરજ શાહનું કારમાં અપહરણ કર્યા બાદ હત્યા કરીને હાલોલ રોડ પર કેનાલમાં લાશ ફેંકી દેવાના ચકચારભર્યા બનાવમાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ કેનાલમાં ભારે શોધખોળ કરી સૂરજની લાશ શોધી કાઢી છે.
તિલક પાર્ક સોસાયટીમાં રહેતા મેડિકલ એસ્ટ્રોલોજર શ્રુતિ શાહના પતિ સૂરજ શાહ (ઉ.વ.૪૫)નું ગઇ તા.૨૫મીએ સાંજે છ વાગે વિજય રાવજીભાઇ રોહિત (વકીલ) અને તેના બે સાગરિતો શ્રીકાંત પવાર તેમજ મેહુલ માનેએ કારમાં અપહરણ કર્યુ હતુ.સૂરજનો બીજે દિવસે કોઇ પત્તો નહી લાગતા શ્રુતિએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વિજય વકીલ અને તેના બંને સાગરિતોની તા.૩૦મીએ ધરપકડ કરતા તેમણે સૂરજનું અપહરણ કર્યા બાદ કારમાં દારૃની પાર્ટી કર્યા બાદ હાલોલ રોડ પર જરોદ નજીક ફાંસો આપી લાશને પથ્થરબાંધી કેનાલમાં નાંખી દીધી હોવાની કબૂલાત કરી હતી. ડીસીપી સરોજકુમારી,એસીપી કલ્પેશ ચાવડા અને કારેલીબાગના પીઆઇ આર એ જાડેજાએ આજે પણ લાશ શોધવા માટે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.
હત્યારા વિજયે પોલીસને જે સ્થળ બતાવ્યુ ત્યાં શોધખોળ કરીને સ્ટાફ થાક્્યો હતો.બપોરે આ સ્થળની વિરૃધ્ધ દિશામાં ઉપરવાસમાં ૧૩ કિમી દૂર વાઘોડિયાના ચિપડી ગામ પાસેથી લાશ તરતી મળી આવી હતી.લાશને બાંધેલો પથ્થર પણ નીકળી જતા લાશ આપોઆપ તરી આવી હતી અને તે સાથે જ વિજય ફસડાઇ પડયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





