આઈપીએલ : પોઈન્ટ ટેબલ

0
14

(સંપૂર્ણ સમાચાર સેવા) કોલકત્તા, તા.૨
રાજસ્થાન ચેન્નાઈમાં આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧ની મેચમાં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે જોરદાર ટક્કર થશે. ધોની અને દિનેશ કાર્તિકની ફરી એકવાર કસોટી થશે. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપર હાલમાં આઠ મેચોમાં છમાં જીત સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે સનરાઇઝ હૈદરાબાદ બીજા સ્થાને છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ હાલમાં ચોથા સ્થાને છે. જેથી તે પોતાની સ્થિતીને મજબુત કરવાના પ્રયાસ કરશે. ટોપની ચાર ટીમો આગામી દોરમાં પ્રવેશ કરવા તૈયારી કરી રહી છે. ધોની જારદાર ફોર્મમાં હોવાથી તેના પર તમામની નજર રહેશે. હાલમાં તે છગ્ગા અને ચોગ્ગાન રમઝટ બોલાવી રહ્યો છે.છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ સામે હારી ગયા બાદ મુંબઇની ટીમ હવે સ્પર્ધામાંથી લગભગ આઉટ થઇ ગઇ છે. વર્તમાન ચેમ્પિયન ટીમ બહાર થતા મુંબઇના ચાહકો નિરાશ થયા હતા. આઇપીએઅલમાં હજુ સુધી રમાયેલી મેચો પૈકી પરિણામ બાદ પોઇન્ટ ટેબલ નીચે મુજબ છે.
ટીમ મેચ જીત હાર પોઈન્ટ રનરેટ
ચેન્નાઈ સુપર કિંગ્સ ૮ ૬ ૨ ૧૨ ૦.૫૫૩
સનરાઈઝ હૈદરાબાદ ૮ ૬ ૨ ૧૨ ૦.૫૧૪
કિંગ્સ ઇલેવન પંજાબ ૭ ૫ ૨ ૧૦ ૦.૨૨૮
કોલકાતા નાઇટ રાઇડર્સ ૮ ૪ ૪ ૮ ૦.૧૧૦
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૮ ૩ ૫ ૬ -૦.૩૦૧
રાજસ્થાન રોયલ્સ ૭ ૩ ૪ ૬ -૦.૭૫૧
મુંબઇ ઇન્ડિયન્સ ૮ ૨ ૬ ૪ -૦.૦૫૯
દિલ્હી ડેરડેવિલ્સ ૮ ૨ ૬ ૪ -૦.૫૦૯

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY