બાળકોને એકલા પ્રવાસમાં મોકલતા પહેલા સાવધાન…
રાજકોટ,તા.૪
બાળકોને આજકાલ ક્લાસીસમાં મૂકવાનો એક ટ્રેન્ડ થઈ ગયો છે. પણ કેટલાંક લેભાગુ તત્વો એવા હોય છે કે તેનાથી તો ચેતીને જ રહેવું સારું. આ વાત છે રાજકોટના એક ક્લાસીસની જ્યાં ટ્યૂશનીયા શિક્ષક છોકરાઓની ફી પડાવીને રફ્ફૂચક્કર થઈ ગયા, તે પણ કેવી રીતે જાણીને તમારો પિત્તો ઉછળી જશે..
રાજકોટના સાધુ વાસવાણી રોટ પર આવેલા ગંગા ક્લાસીસની આ વાત છે. જેમાં ટ્યૂશન ક્લાસમાં જતાં છોકરાઓને શિક્ષક દ્વારા પ્રવાસે લઈ જવાનું આયોજન કરાયું હતું. બાળકોને સાપુતારાના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી પછી મહાબળેશ્વર, નાસિક, ગોવા, પુના, ઈમેજિકા, મુંબઈ અને ભરુચ જવાનું હતું. પણ સાપુતારા પહોંચ્યા તે પછી જે બન્યું તેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આ શિક્ષકે તબિયતનું બહાનું કાઢીને હોસ્પિટલ જવાનું કહી અધવચ્ચેથી જ પત્ની સાથે ગુમ થઈ ગયા. તે પછી ધરાર પાછા ન ફર્યા.
આ શિક્ષક દિલીપ સર તરીકે બાળકોમાં જાણીતા છે. તે પોતાની પત્ની સાથે જતા રહ્યાં. આ શિક્ષકે વિદ્યાર્થી દીઠ રૂ. ૧૦,૦૦૦ ફી વસુલી હતી. અન્ય લોકો પાસેથી પણ ફી વસૂલવામાં આવી હતી. પ્રવાસની ફી ઉધરાવી છે. આમ મસમોટી રકમનું ઉધરાણું કરીને શિક્ષક પલાયન થઈ જતાં બાળકો જાતે જ રાજકોટ પરત ફરવાની નોબત આવી હતી. આયોજક શિક્ષક જ ફરાર થઈ જતાં, બધાંને સાપુતારાથી જ પરત ફરવાની ફરજ પડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





