ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક સંદિપસિંહના સીધા માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસ એલ.સી.બી.ને અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમા
તા.૨૮/૦૪/૨૦૧૮ ની રાત્રીના થયેલ ૩,૫૦,૦૦,૦૦૦/- ( રૂપીયા સાડા ત્રણ કરોડ જેટલી માતબર રકમની સનસનાટી ભરી લુંટનો ભેદ માત્ર ત્રણ દિવસમા ઉકેલી સફળતા હાંસીલ કરી હતી પોલીસે તા.૦૨/૦૫/૨૦૧૮ ના રોજ (૧) રાકેશ બોનીફાસ ડિ સોઝા S/O માર્ક એડવીન ડિ સોઝા (૨) મહંમદ સાદીક યુસુફ (૩) અશોક બાલા પાંઢરેકર (૪) લિંગપ્પા શિના શેટી (૫) શીતલબેન મનસુખ રાંદડીયાની ધરપકડ કરી આરોપીઓ પાસેથી લૂટમાં ગયેલ મુદ્દામાલ પૈકી રૂપીયા ૨,૦૪,૦૦,૦૦૦/- તથા ગુનાના કામે વપરાયેલ પિસ્તલ, મારૂતિ સુઝુકી અર્ટિગા કાર, વોકીટોકી, મોબાઇલો મળી કુલ રૂ. ૨,૦૮,૨૫,૭૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. તપાસ દરમ્યાન આરોપી શીતલબહેનની સઘન પુછપરછ કરતા રૂપીયા ૨૦,૦૦,૦૦૦/-પોતાના ઘરમાં પ્રેશરકૂકરમાં અને રૂપીયા ૩,૦૦,૦૦૦/- ઘરમાં અભરાઇ પર સંતાડી રાખેલ હોવાનુ જણાવ્યું હતું કુલ રૂપીયા ૨૩,૦૦,૦૦૦/- લાખના મુદ્દામાલની રીકવરી કરવામા આવેલ છે. આ લૂંટના ગુનાને અંજામ આપવા મેંગ્લોર (કર્ણાટક) થી અન્ય આરોપીઓને મોકલનાર અને કથિત અંડર વર્લ્ડ સાથે સંકળાયેલ મેંગ્લોરના ડોન નારાયણ સાલીયન S/O સંજીવા બંગેરા રહેવાસી- કુડુરસ્થે હાઉસ ,પોસ્ટ – હોકાડીકોડુ મેંગલોર કર્ણાટકની ધરપકડ કરવા સારૂ ચક્રો ગતિમાન કરી પોલીસ અધિક્ષક ભરૂચના માર્ગદર્શન હેઠળ ગોવા પોલીસનો સંપર્ક કરી ગોવા પોલીસ મારફતે આરોપી નારાયણ સાલીયનની ધરપકડ કરાવવામાં આવેલ છે અને ગોવા કોર્ટમાંથી ટ્રાન્સફર વોરન્ટ લઇ આરોપીનો કબ્જો સંભાળી ભરૂચ પોલીસ ટીમ ગોવાથી ભરૂચ પરત આવવા રવાના થઇ ગયેલ છે.
ઉપરોકત પકડાયેલ પાંચેય આરોપીઓની ઉંડાણપૂર્વક તપાસ કરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહેલ છે અને ઉપરોકત આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરી (૧) રાકેશ બોનીફાસ ડિ સોઝા S/O માર્ક એડવીન ડિ સોઝા (૨) મહંમદ સાદીક યુસુફ (૩) અશોક બાલા પાંઢરેકર (૪) લિંગપ્પા શિના શેટીના તા.-૧૧/૦૫/૨૦૧૮ સુધી તથા શીતલ મનસુખ રાદડીયાના તા.૦૫/૦૫/૨૦૧૮ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે.જે અંગે વધુ તપાસ ભરૂચ એલસીબી પોલીસ ચલાવી રહી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






