ન્યુ દિલ્હી,
તા.૩/૫/૨૦૧૮
વરસાદથી સાત રાજ્યોમાં ભારે નુકસાન,સૌથી વધુ મોત રાજસ્થાન-યૂપીમાં,૧૪૦થી વધુ લોકો ઘાયલ
દિલ્હી-એનસીઆર સહિત પૂર્વોતર રાજ્યો અને દક્ષિણ ભારતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદ અને વાવાઝોડાના કારણે વિવિધ રાજ્યોમાં થઈને કુલ ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. આંધી અને વરસાદના કારણે છેલ્લાં ૨૪ કલાકમાં રાજસ્થાનમાં ૩૬ ,યુપીમાં ૬૪, મધ્ય પ્રદેશ અને બિહારમાં ૨-૨- લોકોના મોત થયા છે. જ્યારે ૧૪૦થી વધારે લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા છે. રેલવે સ્ટેશન ઉપર પણ આ જ પ્રમાણેની હોનારત થઈ હોવાથી ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.
બુધવારે દેશના સાત રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીને કારણે ભારે નુક્સાન પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે તબાહી મચી છે. માત્ર રાજસ્થાન અને યુપીમાં જ ૧૦૦ લોકોનાં મોત થયા છે. રાજસ્થાનમાં પણ ૩૨ લોકોનાં મોતના સમાચાર છે. તોફાની વાવાઝોડાએ ખેડૂતોની હાલત પણ ખસ્તા કરી દીધી છે.
જેમાં યુપી, રાજસ્થાન, આંધ્રપ્રદેશને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. યુપીના ચાર જિલ્લામાં આંધી અને ભારે વરસાદને કારણે ૬૪ લોકોના મોત નીપજ્યા છે. યુપીના ચાર જિલ્લા ભારે વરસાદ અને આંધીને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. યુપીના આગ્રા જિલ્લામાં જ ૩૬ લોકોના મોત નીપજ્યા છે. ભારે વરસાદને કારણે ચારધામની યાત્રા પણ બાધિત થઈ છે. તો રાજસ્થાનમાં પણ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાને કારણે ૩૬થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજસ્થાનના ચાર જિલ્લાઓમાં ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. ભરતપુર, અલવર, ધૌલપુર અને ઝુંઝનૂમાં ભારે વરસાદ અને પવનને કારણે લોકો કફોડી સ્થતિમાં મૂકાયા હતા. અલવરમાં ભારે વરસાદને કારણે ટીનશેડ અને છતો પર રાખવામાં આવેલી પાણીની ટાંકીઓ પણ ઉડી ગઈ હતી. તો ઘણાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાહી થવાની ઘટના પણ બની છે. તેને કારણે સડક અને રેલવે ટ્રેક પર પરિવહન વ્યવસ્થા ઠપ્પ થઈ હતી. વરસાદ અને આંધીને કારણે બિકાનેરમાં ૧૦ ડિગ્રી અને જયપુરમાં આઠ ડિગ્રી પારો ગગડયો હતો. આંધ્રપ્રદેશમાં મૂસળધાર વરસાદને કારણે ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પાંચ લોકો ગુમ થયા છે. તો પશ્ચિમ બંગાળમાં પણ વીજળી પડવા અને દીવાલ ધસી જવાની બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર લોકોમના મોત નીપજ્યા છે અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રાજસ્થાનમાં ૩ જિલ્લા ભરતપુર, ધૌલુપુર અને અલવરમાં સૌથી વધારે મુશ્કેલીઓ આવી છે. ભરતપુરમાં ૧૨, ધૌલપુરમાં ૧૦ અને અલવરમાં ૪ લોકોના મોત થયા છે. અહીં ૧૦૦થી વધારે લોકો ઘાયલ થયા છે. બિકાનેરમાં ૩૮ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તે દરમિયાન રાજ્યમાં ૫૦૦ મીટર વિઝિબિલિટી થઈ ગઈ હતી. બીકાનેરમાં ૩૮ કિમી પ્રતિ કલાકનું વાવાઝોડું ફૂંકાયુ હોવાથી તાપમાન ૪૫ ડિગ્રીથી ઘટીને ૩૫ ડિગ્રી થઈ ગયું હતું. જયપુરમાં આંધી ૧૮ કિમી પ્રતિ કલાકની ઝડપે જાવા મળી રહ્યું છે. જયપુરમાં પારો ૪૨.૭ ડિગ્રી હતો જેમાં સાંજે ૮ ડિગ્રીનો ઘટાડો થઈ ગયો હતો.
કમોસમી વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઘણાં વિસ્તારોમાં પાકને ઘણું નુકસાન થયું છે. આ સિવાય ઘણી જગ્યાએ ગોડાઉન અને ખેતરમાં રહેલા અનાજ પણ વરસાદના કારણે ભીના થઈ ગયા છે. આગામી ૪૮ કલાક સુધી અહીં મોસમનો આવો જ મિજાજ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઘણાં સ્થાનો પર કરા પડવાની અને તેજ પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
તોફાનને કારણે અનેક પ્રાણીઓ પણ માર્યાં ગયાના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ મહાસચિવ અશોક ગેહલોતે શોક વ્યક્ત કરતા પોતાના જન્મદિવસની પાર્ટી રદ કરી નાખી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારે નુકસાન વેઠનાર જિલ્લામાં તાત્કાલિક નુકસાન વળતર આપવાના આદેશ કર્યા છે.
આ અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ પર માહિતી આપતા જણાવ્યું કે, તેમણે અધિકારીઓ અને મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રાહતકાર્ય શરૂ કરવાનો આદેશ કર્યો છે. તેમણે લખ્યું કે પરિÂસ્થતિ સામાન્ય બને તે માટે સ્થાનિક કર્મચારીઓ કામ પર લાગી ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





