અહીંયા જેહાદીઓનું વર્ચસ્વ, બનાવો દેશભક્ત સરકાર : યોગી આદિત્યનાથ

0
14

બેંગ્લુરુ,
તા.૩/૫/૨૦૧૮

સમય આવી ગયો છે… હવે રામ જન્મભૂમિ વિવાદનો અંત આવવો જાઇએ

કર્ણાટકના સિરસીમાં જનરેલીને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું, “અહીંયા આજે એક રાષ્ટવાદી સરકારની જરૂર છે, જે રાજ્યમાંથી જેહાદી તત્વોને બહાર કાઢી શકે.”

યોગીએ કહ્યું, “આજે યુપીમાં જેહાદીઓ નથી પરંતુ કર્ણાટકમાં છે. ઉત્તરપ્રદેશમાં આજે તમે નિર્દોષોને ન મારી શકો પરંતુ કર્ણાટકમાં બીજેપી અને હિંદુ કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યા છે. પરંતુ રાજ્ય સરકાર જેહાદી તત્વોને સપોર્ટ કરે છે.”

“શું હવે યાસીન ભટકલ જેવા લોકો આપણને કહેશે કે સરકાર કેવી રીતે ચલાવવી જાઇએ? કર્ણાટકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિ બરાબર નથી.”

તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, રામ જન્મભૂમિ સંબંધિત વિવાદનું સમાધાન થવું જાઇએ. યોગીએ બાબરી મસ્જીદ મામલે સવાલના જવાબમાં કહ્યું કે, હજુ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, કોર્ટ આ બાબરી મસ્જીદ વિવાદ નથી કહ્યો. આ મામલો આસ્થાનો નથી પરંતુ જમીન ના ભાગલાનો વિવાદ છે. યોગીએ કહ્યું કે, આપણે ધૈર્ય રાખવાની જરૂર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY