સ્તનકેંસરના નિદાન માટે ન બોલાવાતા ઈંગ્લેંડમાં ૨૭૦ જીંદગીઓ જોખમમાં

0
33

લંડન,તા.૪
બેદરકારી, તબીબી બેદરકારી અને હવે ટેક્નિકલ બેદરકારીથી મ્રૃત્યુ થવાનાં બનાવો સામે આવી રહ્યા છે. ટેક્નિકલ ક્ષતિનાં કારણે સ્તનકેંસરર્નાં નિદાન માટે ન બોલાવાતા આશરે ૨૭૦ લોકોનાં મૃત્યુ થવાની શક્્યતા છે.
બ્રિટનનાં સ્વાસ્થ્ય મંત્રાલયનાં સેક્રેટરી જેરેમી હંટે સંસદમાં બોલતા જણાવ્યુ હતુ કે, નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા ૫૦થી ૭૦ વયની આધેડ મહિલાઓને દર ૩ વર્ષે નિદાન માટે મેઈલ કરાય છે. પરંતુ કોઈ એલ્ગોરિધમિક એરરને કારણે તે મેઈલ થઈ શક્યા ન હતા.
જેને કારણે તેઓ ચેક અપ માટે ના આવી શકતા ૨૭૦ મહિલાઓનાં મોત થવાની શક્યતા છે. આ ખામી ૨૦૦૯થી સિસ્ટમમાં હતી. પરંતુ આ વર્ષનાં જાન્યુઆરીમાં જ ધ્યાનમાં આવી હતી. એક અંદાજ મુજબ ૪૫૦૦૦૦ મહિલાઓને મેલ કરવાનાહતા. જેમાથી ૧૫૦૦૦૦ મહીલાઓને મેઈલ થઈ શક્યા નથી. જેમાથી મોટા ભાગની મહિલાઓ કેંસરગ્રસ્ત બની હતી.“
આ ખુબ જદુઃખદ બાબતછે કે અમે મેઈલ દ્વારા તમને જાણ ન કરી શક્યા. તમે તમારા પ્રિય જનને અમારી ખામીઓને લીધે ગુમાવો છો. જે તંત્રની નિષ્ફળતા છે. આ સાથે હું એ તમામ લોકોની માફી ચાહુ છુ. “ દ્ગૐજી એ સમગ્ર બ્રિટન ને આવરી લેતી હેલ્થકેર સ્કીમ છે. જે તમામ વસ્તીને આવરી લે છે અને બ્રિટનમાં ખુબ જ અસરકારક છે. આજ કાલ તમામ મોટા ઓર્ગોનાઈઝેશન ઓટો જનરેટેડ મેલ આધારિત થઈ ગયા છે. ત્યારે ટેક્નોલોજી પર કેટલુ આધારિત રહી શકાય એ અંગે વિચાર માંગી લ્યે તેવી આ ઘટના બની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY