સા.અરેબિયા સરકારે હજયાત્રામાં સુવિધાના નામ પર વસૂલાતી રકમમાં વધારો કર્યો

0
77

હજયાત્રીઓએ વધુ સાત હજાર રૂ.ની ચૂકવણી કરવી પડશે
રિયાધ,તા.૨૯
સાઉદી અરેબિયાની સરકારે હજયાત્રામાં સુવિધાના નામ પર વસૂલવામાં આવતી રકમમાં વધારો કર્યો છે. જેને કારણે હવે હજયાત્રીઓને વધુ સાત હજાર રૂપિયાની ચુકવણી કરવી પડશે. આ વધારાની રકમ જમા કરવા માટે દશ જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કે પહેલેથી જ સંપૂર્ણ રકમ વસૂલવામાં આવ્યા બાદ આવી રીતે વધારાનો ચાર્જ વસૂલવા બાબતે હજયાત્રીઓ ખુશ નથી. ભારતમાંથી હજયાત્રાએ જનારા લોકો પહેલા જ પોતાના હિસ્સાની સંપૂર્ણ રકમ લગભગ અઢી લાખ રૂપિયા પહેલા જ જમા કરી ચુક્યા છે.
ગ્રીન કેટેગરીના પ્રત્યેક અરજદારને બે લાખ ૫૮ હજાર અને અજીજિયા કેટેગરી હેઠળ જનારા હજયાત્રીઓએ બે લાખ ૨૪ હજાર રૂપિયા જમા કરાવ્યા છે. આમાં અચાનક શુલ્કમાં વધારાની જાણકારીથી હજયાત્રીઓ નારાજ થયા છે. જો કે હજી સુધી રાજ્ય હજ કમિટીઓને આના સંદર્ભે કોઈ નિર્દેશ મળ્યા નથી. જાણકારો મુજબ. કેન્દ્રીય હજ સમિતિ અને સાઉદી અરેબિયાની સરકાર વચ્ચે શુલ્ક વધારા મામલે વાતચીત થઈ ચુકી છે. કેન્દ્રીય હજ કમિટીના સીઈઓ ડા. મકસૂદ અહમદ ખાને જણાવ્યુ છે કે પસંદગી પામેલા આજમીનને વિભિન્ન શ્રેણી માટે અલગ-અલગ રકમ આપવી પડશે. આના માટે દશ જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના માટે રાજ્યોની હજ સમિતિઓને નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY