અમદાવાદ,
તા.૫/૫/૨૦૧૮
એપ્રિલ, ૨૦૧૮ સુધીના ૪ મહિનામાં એસીબીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૯૭ કેસ કર્યા હતા. તેમાં ૧૮૦ આરોપી સામે ગુના નોંધ્યા છે. આ આરોપીઓ પાસેથી ૨૦.૮૯ લાખની રકમ સ્વીકારવા બદલના કેસો કર્યા છે. ૧૨૩ આરોપી પકડાયા છે, જ્યારે ૫૮ને પકડવાના બાકી છે. એસીબીએ એપ્રિલ મહિનામાં કરેલા આ કેસોની તપાસમાં જાણવા મળ્યું કે ૪૫થી ૫૫ વર્ષના અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધુ છે. તેમાં ત્રીજા ભાગના એટલે કે ૩૩ અધિકારી ૫૦ અને તેથી વધુ વયના છે. લાંચરુશ્વત વિરોધી બ્યૂરોએ હાથ ધરેલી ઝુંબેશમાં લાંચ લેતાં ૫૧ અને તેથી વધુ વયના ૩૩ અધિકારી ઝપટે ચડ્યા છે. આમાં નિવૃત્તિ બાદ પણ સરકાર તરફથી કેટલાક અધિકારીઓને ફરજમાં ચાલુ રાખ્યા હોય તેવા અધિકારીઓ પણ છે.
સૌથી વધુ ૩૬થી ૫૦ વર્ષના ૪૫ અધિકારી-કર્મચારી લાંચ લેતાં ઝડપાઈ ગયા છે. બીજા સ્થાને ૨૫થી ૩૫ વર્ષના ૪૪ વ્યક્ત સામે ગુના નોંધાયા છે. જાકે તેમાં વચેટિયાઓનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૫૧ વર્ષથી વધુ વયની વ્યક્તઓને નોકરીનો સમય ઓછો બચ્યો હોવાથી છેલ્લાં સમયે પૈસા ભેગાં કરવાની લાલસા જાગે છે તેના કારણે જ તેઓ રિતસરની ઉઘરાણી ચાલુ કરે છે. અમદાવાદ ગ્રામ્ય, નસવાડી, દક્ષિણ ગુજરાત, પંચમહાલ, ગોધરામાં આ પ્રકારનું કૌંભાડ સૌથી વધુ ચાલતું હોવાનું જાણવા મળ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





