ગાંધીનગર,તા.૨૭
ગાંધીનગરના કલોલના છત્રાલ ગામના અશોક પટેલની હત્યા કેસમાં આખરે પરિવાર મૃતદેહ સ્વિકારવા તૈયાર થયો છે. ત્રણ દિવસ અગાઉ અશોક પટેલની કેટલાક શખ્સો દ્વારા કરાયેલી કરપીણ હત્યાને લઈને કલોકમાં અજંપાભર્યો માહોલ હતો. પાટીદાર અને પરિવારજનો કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા બે દિવસથી એકત્ર થયેલા હતા અને મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો.
દોષિતો ઝડપાય અને ગાંધીનગર ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી પરિવારની માંગ હતી. ત્યારે ગત રાતે અશોક પટેલના મૃતદેહને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં વહેલી સવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. તેમજ સાંજે કલોલ ખાતે અંતિમવિધિ યોજાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



