ઓફિસમાં ૩૬ બોટલ વિદેશી દારૂ સાથે બિલ્ડર ઝડપાયો

0
36

વડોદરા,
તા.૫/૫/૨૦૧૮

શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલી બિલ્ડરની ઓફિસમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને બિલ્ડરને દારૂની ૩૬ બોટલો સાથે ઝડપી પાડયો હતો. બિલ્ડર પણ દારૂના નસામાં હોવાથી પોલીસે બિલ્ડર સામે દારૂ રાખવાનો અને દારૂ પિવાનો કેસ કરીને બિલ્ડરની અટકાયત કરી હતી. શહેરના વાસણા ભાયલી રોડ પર બાંધકામનો વ્યવસાય કરતા બિલ્ડર રશેષ પરીખ (ઉ.૩૮)ની ઓફિસમાં દારૂનો મોટો જથ્થો હોવાની બાતમીના આધારે વડોદરા ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારની મોડી રાત્રે દરોડો પાડયો હતો જ્યાં બિલ્ડર રશેષ પરીખ દારૂ પિધેલી હાલતમાં ઝડપાઇ ગયો હતો.

ડીસીબીએ ઓફિસમાં સર્ચ કરતા ફ્રિઝ અને કબાટમાં રાખેલી વિદેશી દારૂની ૩૬ બોટલો પણ મળી આવી હતી. પોલીસે રશેષ પરીખની મોડી રાત્રે અટકાયત કરી હતી અને રશેષે પણ દારૂ પીધો હોવાની શંકા જતા મોડી રાત્રે રશેષને લઇને પોલીસ એસએસજી હોસ્પટલમાં આવી હતી જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY