ભાલિયા ઘઉંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન, હેક્ટર દીઠ સરેરાશ ૫૫ મણથી ખેડૂતોમાં હર્ષની લાગણી

0
37

અમદાવાદ,
તા.૫/૫/૨૦૧૮

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ જિલ્લાની ઓળખ સમા ભાલિયા ઘઉંનું આ વર્ષે રેકોર્ડબ્રેક વાવેતર- ઉત્પાદન થયુ છે. ગત માર્ચ માસમાંં તેની કાપણી થયા બાદ હાલમાં બજારમાં ઠલવાયેલા ભાલિયા ઘઉંનો ૨૦ કિલોનો ભાવ ૮૦૦ થી ૧,૧૦૦ રૃપિયા ચાલી રહ્યો છે. દર વર્ષે સરેરાશ ૩૦ થી ૩૫ હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે. જેને બદલે આ વખતે ૫૦ હજાર હેક્ટરમાં ભાલિયા ઘઉંનું વાવેતર ઓક્ટોબર-નવેમ્બર માસમાં થયું હતું. હેક્ટર દીઠ સરેરાશ ૫૫ મણ ઘઉં થતા આ વખતે ઉત્પાદન વધુ જાવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જાવા મળી રહી છે.

હાલમાં ઘઉં ભરાવવાની સિઝન પુરજાશમાં ચાલી રહી છે. સામાન્ય રીતે લોકો આ સિઝનમાં જ બાર માસ માટેના ઘઉં ભરી લેતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પૈસાદાર કુટુંબો માટે ભાલિયા ઘઉં હોટ ફેવરીટ છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ ગત ચોમાસામાં જુલાઇ-ઓગષ્ટ માસમાં ભારે વરસાદ પડયો હતો. તેના પાણી ભાલ વિસ્તારમાં ભરાઇ ગયા હતા. જેના કારણે જમીન ભેજવાળી થઇ જતા વધુ વાવેતર વધુ કરાયું હતું. અને હવે ઉત્પાદન પણ વધુ થયું છે. જિલ્લામાં ભાલિયા ઘઉંનું ઉત્પાદન ૨૭.૫૦ લાખ મણ થયું હોવાનો અંદાજ છે.

સામાન્ય રીતે ભાલ પંથકમાં દર વર્ષે ૩૦ થી ૩૫ હજાર હેક્ટરમાં ભાલિયા ( બિન પિયત) ઘઉંનું વાવેતર થતું હોય છે. જ્યારે આ વખતે ૫૦ હજાર હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું હતું .સિંચાઇના પાણી વગર પાકવા, મોટા દાણા હોવા, તેમાં ગ્લુટીનનું પ્રમાણ હોવાથી તે સ્વાદિષ્ટ અને મીઠાશ વાળા હોવાની સાથે તે ઓર્ગેનિક એટલેકે કેમિકલ વગર પકવેલા હોવાથી તેની માંગ વધુ રહેતી હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY