નીતિન પટેલનું આઉટસોર્સિંગ મામલે નિવેદન : પગાર નહીં ચૂકવે તો, સરકાર ભરશે પગલાં

0
34

ગાંધીનગર,
તા.૫/૫/૨૦૧૮

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઉટસોર્સિગ બાબતે ચર્ચા થઇ હતી. અને કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓને વેતન ચૂકવણી પર ચર્ચા થઇ હતી.

જ્યાં નીતિન પટેલે કહ્યું કે, એજન્સીઓ કર્મચારીઓને પગાર નહીં ચૂકવે તો, સરકાર પગલા ભરશે. તો પગાર ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા થાય તેવી વ્યવસ્થા કરાશે. અને સરકાર પૂરતી ગ્રાન્ટ ફાળવે છે તો, કર્મચારીઓને પૂરો પગાર ચૂકવો. જા ફરિયાદો મળશે તો, આકસ્મક ચેશકગ કરાશે.

ઉલ્લેખનીય છે કે, ૧૨ હજારથી વધુ લોકો આઉટ સોર્સિંગથી કામ કરે છે. તમામ ભથ્થાના લાભ સાથે વેતન એજન્સીઓને ચૂકવાય છે.તો લઘુત્તમ વેતન દર પર કર્મચારીઓને પગાર ચૂકવાય છે. ચૂકવણી યોગ્ય રીતે થાય તે માટે રીવ્યૂ કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY