સાગબારાના સેલંબા માં પરણિતા ને ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ
રાજપીપલા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામે પરણિતા પર ત્રાસ ગુજારતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે પતિ સહીત નાને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે
પ્રાપ્ત વિગતો અનુસાર સેલંબા ખાતે પરણાવેલી ફરિયાદી રેખાબેન કપિલભાઈ પવાર ના ત્રણેક વર્ષ પૂર્વે નંદુરબાર જિલ્લા ના ભાદવડ ગામે લગ્ન થયા હતા લગ્ન બાદ પતિ અને સાસરિયાઓ સાથે રેખા સેલંબા ખાતે રહેતી હતી પરંતુ લગ્ન જીવન દરમિયાન વારંવાર સાસરિયાંઓમાં પતિ,સાસુ,સસરા,જેઠ સહિતના તમામ એને મેણાં ટોણા મારી તું અપશુકનિયાળ છે તને જમવાનું બનાવતા આવડતું નથી ઘરકામ બરાબર કરતી નથી અને તારા પેટમાં રહેલો ગર્ભ બીજાનો છે એવું કહી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હતા જેથી કંટાળેલી રેખાબેને ગતરોજ સાગબારા પોલીસ સ્ટેશને પતિ કપિલ ભરત પવાર,સસરા ભરત ફકીર પવાર,સાસુ લક્ષ્મીબેન પવાર,અને જેઠ કૈલાસ પવાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ બાબતે ફરિયાદ લઈ રેખા ના સાસરિયાઓ સામે ગુનો નોંધી તમામને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે.તપાસ પી એસ આઈ ડી એ ક્રીશયન કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






