ભુજઃ ભુજ તાલુકાના મકનપર (ધોંસા) ગામની સીમમાં એકાએક એકસાથે 3 વીજપોલ સાથે જીવંત વીજવાયર ધરાશાયી થતાં સીમાડે ગાયો ચરાવી રહેલાં યુવાન માલધારી યુવકનું જોરદાર વીજકરંટથી મોત નીપજ્યું છે.
તો, અન્ય એક યુવાન વીજ કરંટથી ઘાયલ થતાં તેને ભુજ જી.કે.જનરલ હોસ્પિટલે ખસેડાયો છે. આજે સવારે નવ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી.
મૃતક અબ્દ્રેમાન ઈસ્માઈલ (ઉ.વ. અંદાજે 20 વર્ષ) અને અઝીઝ ઊર્ફે અનવર મામદ સુમરા (ઉ.વ.25) બંને ગામનાં સીમાડે આવેલા વાઘુરાઈ તળાવ નજીક ગાયો ચરાવતાં હતા. તે સમયે એકાએક આ દુર્ઘટના ઘટી હતી. ઘટના અંગે જાણ થયા બાદ ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા તો ત્યાં જીવંત વીજલાઈન સાથે ત્રણ વીજથાંભલા ધરાશાયી પડેલાં જોવા મળ્યાં હતા. દુર્ઘટના કેવી રીતે ઘટી તે અંગે વીજતંત્રએ તપાસ હાથ ધરી છે. અઝીઝની હાલત ભયમુક્ત હોવાનું તબીબોએ જણાવ્યું છે.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ 9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






