ન્યુ દિલ્હી,તા.૩૦
દિલ્હી યુનિવર્સિટી(ડીયુ)ના રાજનીતિ વિજ્ઞાન વિભાગે “ઈસ્લામ અને ઈન્ટરનેશનલ રિલેશન” વિષય પર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્્યો છે.
આ કોર્ષમાં વિદ્યાર્થીઓને ઈસ્લામનો ઈતિહાસ, તેની સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર વચ્ચેનાં સંબંધને સમજવા માટે તેના કોન્સેપ્ટ, થિયરી અને ફિલોસોફિકલ મુદ્દાઓ વિશે ભણાવવામાં આવશે. ઈસ્લામના કોન્સેપ્ટ અને થિયરીમાં ઘણા સ્તર છે, અને તેનાં ઘણા આયામ પણ છે. આ સાથે જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે કે આની મદદથી કેવી રીતે આંતતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવી શકાય છે.
દિલ્હી યુનિવર્સિટીની શૈક્ષણિક બાબતો માટે સ્થાયી સમિતિની તાજેતરની મીટિંગમાં ડા. ગીતા ભટ્ટે સવાલ ઉઠાવ્યો હતો કે બીજા ધર્મોને કેમ છોડવામાં આવે? તેમણે કહ્યું હતું કે, ઈસ્લામ અને ઈંટરનેશનલ રિલેશન જ કેમ? આપણે ઈન્ટરનેશનલ રિલેશન વિષયમાં બીજા ધર્મ વિશે કેમ ના ભણાવી શકીએ?
કોર્ષના ડિઝાઈનર પ્રોફેસર સંજીવ કુમાર એચ.એમએ જણાવ્યું કે,આ બાબતે કોઈએ વિરોધ પ્રગટ નથી કર્યો પરંતુ એક સૂચન આપ્યું છે કે આપણે બીજા ધર્મોનો સમાવેશ પણ કરવો જાઈએ. માત્ર ઈસ્લામ ધર્મ જ કેમ? આપણે હિંદુ ધર્મ અને ઈન્ટરનેશનલ રિલેશન કે બૌદ્ધ ધર્મ અને ઈન્ટરનેશનલ રિલેશન કે ખ્રિસ્તી ધર્મ અને ઈન્ટરનેશનલ રિલેશનનો કોર્ષ કેમ શરૂ ન કરી શકીએ?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



