રામદેવપીર સેવા સમિતિ બાળ યુવક મંડળ દ્વારા આઠમો બાળ મંડપ યોજાયો
કેશોદ તાલુકાના નાનીઘંસારી ગામે રામદેવપીર સેવા સમિતિ બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી બાળ મંડપનુ આયોજન કરવામાં આવેછે સ્થાપના બેસે ત્યાંથી આઠ દિવસ સુધી ધામધૂમથી ઢોલ શરણાઈના તાલે વાજતે ગાજતે રામદેવપીર મહારાજના સામૈયા યોજાયછે તેમજ રાત્રીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયછે રાસ ગરબા કિર્તન મંડળી તેમજ લોક ડાયરા સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેછે આ વર્ષે લોક ડાયરો યોજાયો હતો જેમાં રેખાબેન આહિર દેવાયતભાઈ આહિર નાથુદાન ગઢવી સહીતના કલાકારો લોક ડાયરામાં રામદેવપીરના ભજનો લોક ગીત દાંડીયા રાસ રજૂ કર્યા હતા સાત વર્ષથી બાળ મંડપનુ આયોજન બાળ યુવક મંડળ દ્વારા કરવામાં આવેછે જેમાં સમસ્ત ગ્રામજનો તન મન ધનથી સાથ સહકાર આપી સમસ્ત નાનીઘંસારી ગ્રામજનો તથા આજુબાજુના ગામોની ધર્મ પ્રેમી જાહેર જનતા જ્ઞાતિ જાતીના ભેદભાવ વગર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળ મંડપમાં ભાગ લેછે
રિપોર્ટર મનીષ ડાકી
જૂનાગઢ
7016159934
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





