નર્મદા જિલ્લા પુરવઠા ખાતું ઊંઘે છે કે હપ્તા ખાય છે…?!

0
68

લો બોલો હવે નર્મદા પોલીસને પુરવઠાના કાળાબજાર અટકાવવા છાપા મારવા પડે છે ,શું કરે છે પુરવઠા ના અધિકારીઓ …?!

ઓરી ગામમાં એલ સી બી એ છાપો મારી પુરવઠા સંચાલક ને ત્યાંથી 34 હજાર નો અનાજ ખાંડ નો બેનંબરી જ્થ્થો કબ્જે કરતાા અનેક સવાલ

રાજપીપલા: નર્મદા જિલ્લા માં ચાલતી પુરવઠા ની દુકાનો માં ઘણી ખરી દુકાનના સંચાલકો હજુ કાળાબજાર કરતા હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે પરંતુ પુરવઠા ખાતા પર થી આમ જનતા ને હવે વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે નર્મદા પોોલીસ નો આશરો લઈ બેનંબરિયાઓ ની બાતમી અપાય છે જેમાં ખાસ ઈમાનદાર અને જાંબાજ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા તેમજ એલ સી બી ના મહંત ની કડક કામગીરી થી બેનંબરિયાઓ માં ફફડાટ જરૂર છે ત્યારે ગતરોજ નાંદોદ તાલુકાના ઓરી ગામે અનાજની કાળાબજારી ચાલતી હોવાની એલ સી બી પી એસ આઈ એ ડી મહંત ને માહિતી મળતા તુરતજ ઓરી ગામે સ્ટાફ સાથે રેડ કરતા સસ્તા અનાજની દુકાનનું લાઇસન્સ ધરાવતા નટવર લલ્લુભાઈ પટેલ ના ઘરે રેડ કરતા આધાર પુરાવા વગરની 300 કિલો ખાંડ જેની કિંમત રૂપિયા નવ હજાર તથા ચોખા ની કુલ બોરી અને કોથળીયો માં કુલ 1251 કિલો ચોખા જેની કિંમત રૂપિયા 25020/- મળી કુલ રૂપિયા 34020/- હજાર નો મુદ્દામાલ આધારપુરાવા વગરનો શંકાસ્પદ મળી આવતા તમામ મુદ્દામાલ કબ્જે કરી પુરવઠા સંચાલક નટવર પટેલ ની પણ અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા અન્ય કાળાબજારિયાઓ માં ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો નાંદોદ માં હજુ અમુક સસ્તા અનાજ ના સંચાલકો મોટા પાયે બેનંબર ના ધંધા કરતા હોવાની બૂમો છે ત્યારે એમની સામે પુરવઠા ખાતું પગલાં લે એમ નથી લાગતું તો પોલીસ ખાતું ત્રાટકે તોજ મોટા કાળાબજાર બહાર આવે આવી ચર્ચા સંભળાઈ રહી છે ત્યારે એલ સી બી ને આ બાબતે માહિતી કોણ આપશે…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY