સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતેના સગીર છોકરીના લગ્નની લાલચ આપીને કરવામાં આવેલા અપહરણના ગુન્હાના છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી અને ભોગ બનનારને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ

0
60

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભડલા ગામની સગીરાને નાગડકા ગામના જ આરોપી પરેશ જાદવભાઈ તલસાણીયા કોળી ગઈ તા. 26.02.2018 ના રોજ લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે રાત્રિના સમયે અપહરણ કરી, ભગાડી ગયેલ હતો. સાયલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી પરેશ જાદવભાઈ તલસાણીયા કોળી વિરુદ્ધ ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની ફરિયાદ થતા ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ ગુન્હાની તપાસ ઇન્ચાર્જ સી.પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનાર સગીર છોકરીની પોલીસ દ્વારા આજદિન સુધી તપાસ કરવા છતાં મળી આવતા ના હતા અને નાસતા ફરતા હતા. એક વર્ષ જેટલો સમય થવા છતાં આરોપી તથા ભોગ બનનારનો કોઈ પતો લાગતો ના હતો…

ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગ બનનારને તાત્કાલિક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી…

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા સી.પી.આઇ. પી.ડી.પરમાર તથા સ્ટાફને પોતાના બાતમીદારોથી બાતમી મળેલ કે, સાયલા તાલુકાના મોટા ભાડુકા ગામેથી ભાગેલ સગીર છોકરી તથા આરોપી ભાવનગર ખાતે માર્કેટ યાર્ડમાં કામ કરે છે, જે મળેલ માહિતી ટેકનીકલ સોર્સ આધારે વેરીફાઈ કરવામાં આવતા, આરોપી ભાવનગર હોવાની હકીકત મળતા, લીંબડી ડીવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ ચોટીલાના ઇન્ચાર્જ સી.પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફના હે.કો. જુવાનસિંહ, ભગીરથસિંહ, અમરભા ગઢવી, સંગીતાબેન, સહિતના સ્ટાફની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની મદદથી આ ગુન્હાના આરોપી પરેશ જાદવભાઈ તલસાણીયા કોળી ઉવ. 18 રહે. નાગડકા તા. સાયલાને ભાવનગર ખાતેથી માર્કેટ યાર્ડ ખાતેથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની સાથે ભોગ બનનાર પણ ભાવનગર ખાતે ચિત્રા ફુલસર ખાતે રૂમ રાખીને રહેતી હોય, મળી આવતા, તેને પણ સાથે લાવવામાં આવેલ છે. આ આરોપીને સગીરાને ભગાડવામાં મદદ કરનાર અને ભાવનગર ખાતે રહેવાની વ્યવસ્થા કરનાર તથા સાચવનાર આરોપીના ભાઈ પ્રવીણ જાદવભાઇ તલસાણીયા કોળી ઉવ. 20 રહે. નાગડકા તા. સાયલા જી. સુરેન્દ્રનગર ને પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવેલ છે…

પકડાયેલ આરોપી પરેશ જાદવભાઈ તલસાણીયા કોળીની પૂછપરછ કરવામાં આવતા, પોતાને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગીને ભાવનગર ખાતે લાવેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. વધુમાં, પોતાના વતાનમાંથી નાસી ગયા બાદ ભાવનગર ખાતે માર્કેટ યાર્ડમાં કામ કરી, ભોગ બનનારને સાથે જ રાખતા હોવાની હકીકત પણ પોલીસ પૂછપરછમાં કરેલ હતી. ચોટીલા સી.પી.આઈ. તથા સ્ટાફ દ્વારા આરોપીઓની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે. વધુ તપાસ ઇન્ચાર્જ સી.પી.આઈ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે….

આમ, સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતેના સગીર છોકરીના લગ્નની લાલચ આપીને કરવામાં આવેલા અપહરણના ગુન્હાના છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી અને ભોગ બનનારને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ.

દિપકસિંહ વાઘેલા,
તંત્રી : લીંબડી ટાઈમ્સ ( સાપ્તાહિક)
લીંબડી ( જી. સુરેન્દ્રનગર)
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY