સોમવારે ડૂબેલા ત્રણ પૈકી એક યુવાન નો મૃતદેહ મળી આવ્યો હતો બાકી બે યુવાનો ની શોધખોળ કરતા રાજપીપલા નગર પાલિકા ની ફાયર ટીમે મંગળવારે બીજા બે યુવાનના મૃતદેહ ને બહાર કાઢતા એકજ ગામમાં ત્રણ યુવાનો ના મૃતદેહ થી ગમગીની જોવા મળી હતી.
રાજપીપલા:
નર્મદા જિલ્લા ના નિનાઈ ધોધ માં સોમવારે ડૂબેલા અંકલેશ્વર ના ત્રણ યુવાનો પૈકી આકાશ બબન ઝા નો મૃતદેહ સ્થાનિક તરવયાઓ એ તુરત બહાર કાઢ્યો હતો પરંતુ ઘણી શોધખોળ બાદ પણ બાકીના બે યુવાનો પૈકી સંદીપ દેવદાસ ચૌહાણ અને યશ સુરેશ સોની નો કોઈ પત્તો ન લાગતા આજે મંગળવારે રાજપીપલા નગરપાલિકા ની ફાયર ફાયટર ટીમે બાજી સંભાળી કલાકોની મેહનત બાદ આખરે બાકીના બંને યુવાનો ના મૃતદેહ ને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી આ ત્રણેય યુવાનો અંકલેશ્વર તાલુકાના ભરકોદ્રા ગામના રહેવાસી હતા એમ પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું છે ત્યારે એકજ ગામમાં ત્રણ યુવાનો ની અંતિમક્રિયા થી પરિવાર અને ગ્રામજનો મા ગમગીની ફેલાઈ હતી.
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





