પાકમાં ત્રાસવાદીઓ સ્વતંત્ર રીતે ફરે છે

0
939

પાકિસ્તાન ત્રાસવાદીઓના મોટા કેન્દ્ર તરીકે છે અને દુનિયાના ટોપના ત્રાસવાદીઓ અને અપરાધીઓ ત્યાં છુપાયેલા છે તેવા હેવાલ વારંવાર આવતા રહે છે પરંતુ પાકિસ્તાન તેમની સામે કાર્યવાહી કરવાની Âસ્થતીમાં નથી. મુંબઇ હુમલાના અપરાધીઓ અને માસ્ટરમાઇન્ડ જેવા કુખ્યાત ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લી રીતે ફરી રહ્યા હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી. પાકિસ્તાન નિષ્ફળ રહેતા હવે નિર્ણાયક કાર્યવાહી કરવા માટેનો સમય હવે આવી ગયો છે. કારણ કે વારંવારના હુમલા અને સતત ઉશ્કેરણીજનક કૃત્યો પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓ દ્વારા જારી રાખવામાં આવ્યા છે. આટલામાં ઓછુ હોય તેમ હવે પાકિસ્તાનના વડાપ્રધાન જાહેરમાં કહી ચુક્યા છે કે ભારતમાં અનેક હુમલા માટે જવાબદાર રહેલા કુખ્યાત હાફિઝ સઇદની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહી. હાફિઝની સાથે સાથે તેના સંગઠનોની સામે કાર્યવાહી કરવાનો પણ અબ્બાસીએ ઇન્કાર કરીને વિશ્વના દબાણની ઐસી તૈસી કરી છે. અમેરિકા સહિતના દેશોના દબાણને કોઇ મહત્વ પાકિસ્તાન આપી રહ્યુ નથી. પાકિસ્તાન સરકારના દશકોથી આ પ્રકારના વલણના કારણે આજે પાકિસ્તાન વૈશ્વિક ત્રાસવાદીઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે અને દુનિયાભરના મોટા ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે.
જંગી ઇનામ ધરાવનાર ત્રાસવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ભારત અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવા તરફ પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. પાકિસ્તાનના વડાપ્રધાન અબ્બાસીના નિવેદન અને હાલના વર્ષોમાં ચીનના વલણને જાતા એક બાબત સ્પષ્ટ છે કે ભારતને હવે વધારે એલર્ટ રહેવાની તાકીદની જરૂર છે. કારણ કે ચીન જેવા દેશો પણ હાફિઝ સઇદના મામલે ભારતને સાથ આપવા માટે તૈયાર નથી. ભારતને કેટલાક મોરચે એક સાથે લડવાની જરૂર દેખાઇ રહી છે. ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલુ પાડી દેવામાં સફળ રહ્યુ છે પરંતુ હજુ કેટલાક પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના કેમ્પ ચાલી રહ્યા છે. ભારતમાં વારંવાર થતા હુમલાને રોકવા માટે વધારે એલર્ટ થવાની જરૂર દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી હુમલા થતા રહ્યા છે. પરંતુ હવે એવી નિતી અપનાવવાની જરૂર છે કે જા કોઇ હુમલો સરહદ પારથી થાય છે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવે. ભારતીય સેનાને ત્રાસવાદી ગતિવિધીને રોકવા માટે જા જરૂર પડે તો સરહદ પાર કરીને પણ કાર્યવાહી નિર્ણાયક રીતે કરવી જાઇએ. હાલમાં જ ભારતે સર્જિકલ હુમલા કરીને ખળભળાટ મચાવી દીધો હતો. વૈશ્વિક સ્તર પર ભારતે તેની તાકાતનો પરિચય આપ્યો હતો. આવી કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવ કરવાની કોઇ જરૂર નથી. પોતાના દેશમાં હુમલાને રોકવા અને લોકોને સુરક્ષિત રાખવાની તમામ દેશને સત્તા છે.
ત્રાસવાદીઓ સામે ચોક્કસપણે નિર્ણાયક કાર્યવાહી થઇ શકે છે. જ્યાં સુધી ત્રાસવાદીઓ અને તેમના આકાઓને યોગ્ય બોધપાઠ ભણાવવામાં આવશે નહી ત્યાં સુધી ભારતમાં હુમલા જારી રહેશે. આ ઉપરાંત સરહદી વિસ્તારમાં સર્વોચ્ચ તકેદારી વધારી દેવાની જરૂર છે. કેટલાક પ્રશ્નો એ પણ થાય છે કે ત્રાસવાદી સરહદ પાર કરીને કઇ રીતે ભારતમાં સુરક્ષિતરીતે ઘુસી જાય છે. હાલમાં જમ્મુ-પઠાણકોટ માર્ગ ઉપર સુંજુવાન આર્મી કેમ્પ ઉપર કરવામાં આવેલા ભીષણ આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાનને બોધપાઠ ભણાવવા માટે માંગ ઉઠી રહી છે. મોટા લશ્કરી અધિકારીઓ પણ આવો જ અભિપ્રાય ધરાવે છે. ત્રાસવાદીઓ વારંવાર પોતાની ઇચ્છા મુજબ હુમલા કરીને પોતાના કાવતરા સફળ સાબિત કરી રહ્યા છે. આવી Âસ્થતિમાં પાકિસ્તાનનો ટેકો ધરાવતા અને તેના દ્વારા તમામ પ્રકારની મદદ દ્વારા આગળ વધી રહેલા આતંકવાદીઓને રોકવા માટે હવે ચારપાંખીય વ્યૂહરચનાની જરૂર હોવાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જેના ભાગરુપે અંકુશ રેખા પાર કરીને આતંકવાદી કેમ્પોને નેસ્તનાબૂદ કરવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ઘુસણખોરી વિરોધી ઓપરેશનને વધુ તીવ્ર કરવાની જરૂર દેખાઈ રહી છે. આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે એલઓસી ઉપર વધારે વ્યૂહાત્મક તૈયારી રાખવાની સાથે સાથે કવર્ટ ઓપરેશનની જરૂરિયાત પણ દેખાઈ રહી છે. પાકિસ્તાન સામે હવે વધુ કઠોરતાપૂર્વકની કાર્યવાહીની જરૂર દેખાઈ રહી છે. ગંભીરતાપૂર્વક આગળ વધીને ત્રાસવાદીઓને ખતમ
આભાર – નિહારીકા રવિયા કરવાની માંગ ઉઠી રહી છે. ત્રાસવાદીઓ હુમલો કરે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યૂહરચનાના બદલ આતંકવાદીઓ હુમલો કરે તે પહેલા જ તેમને ખતમ કરવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ઇઝરાયેલનો દાખલો દુનિયાની સામે છે. સપ્ટેમ્બર ૨૦૧૬માં ઉરીમાં સેનાના કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ ભારતીય સેનાએ સર્જિકલ હુમલા કરીને વિશ્વમાં પોતાની તાકાત પુરવાર કરી હતી. અંકુશરેખા પેલેપાર અનેક જગ્યાઓ ઉપર ટ્રેનિંગ કેમ્પ ઉપર હુમલા કરાયા હતા. અંકુશરેખા ઉપર પ્રભુત્વ મેળવવા માટે સીધા હુમલાની પણ જરૂર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY