દયાપર: લખપત તાલુકાના દયાપર નજીક સુભાશ્પર તરફ હાઇવે માર્ગ પર આવેલા વનવિભાગે કોલોની પાસે ગોલાઈ પર આજે સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતના બનાવમાં બાઇક પર સવાર બે શખ્સોને ગંભીર પ્રકારની ઈજા થતાં વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે તેમજ દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ સવારના દસેક વાગ્યાના અરસામાં સર્જાયેલ અકસ્માતના બનાવવામાં આરપીએલ કંપનીમાં ચાલતી ટ્રક સુભાશ્પર તરફથી પુરપાટ ઝડપે આવી ને બાઇક ચાલક જુસબ મામદ જત (ઉ.વ.૩૬) રહે. છેલ્લાંવાંઢ તેમજ કાસમ હાજી ઉંમર જત(ઉ.વ.૫૦)દયાપર તરફથી આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા બન્ને શખ્સોને હાથ-પગ તેમજ માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તાત્કાલિક દયાપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને શખ્સોની હાલત વધુ ઈજાઓના કારણે તમે હોતા દયાપર ૧૦૮ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. વિપુલ પરમાર તથા પાયલોટ દેવેન્દ્રસિંહ ઝાલાએ બંનેને વધુ સારવાર માટે ભુજન રિફર કરાયા હતા. અકસ્માતના પુરપાટ ઝડપે આવી રહેલી બાઈક ટ્રક હેઠળ ઘુસી જતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવને પગલે હીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા ઘટનાને પગલે દયાપર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટયો હતો.
રિપોર્ટર ભુજ
ગૌતમ બુચિયા
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"