સી.યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર ખાતે દાતાવર્ય સી.યુ.શાહ સાહેબના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ના શુભ પ્રસંગે તેઓની પ્રતિમા નું અનાવરણ, હોસ્પિટલના નવ નિર્મિત બહુમાળી ભવન તેમજ શ્રીમતિ શારદાબેન ભોગીલાલ શાંતિલાલ વોરા કાર્ડિયોલોજી વિભાગ ના ઉદ્દઘાટન કાર્યક્રમો ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરીમાં તા. 13/05/2018 ને રવિવાર ના રોજ સવારે 9-45 કલાક થી નિર્ધારિત કરેલ છે. આ શુભ પ્રસંગો એ અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ડો.વેદ પ્રકાશ મિશ્રા ( ચાન્સેલર, ક્રિષ્ના ઇન્સ્ટિયુટ ઓફ મેડિકલ સાયન્સ), મહારાષ્ટ્ર, દુબઇ નિવાસી રમેશભાઈ ભોગીલાલ વોરા ( કાર્ડિયોલોજી વિભાગના દાંતા), ધનજીભાઈ પટેલ ( ધારાસભ્ય,વઢવાણ ), વીપીનભાઈ ટોલિયા ( પ્રમુખ, સુરેન્દ્રનગર – દુધરેજ નગરપાલિકા), હાજરી આપશે.
તેમજ આ કાર્યક્રમ માં પ.પૂ. ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી (રાજભોગ આશ્રમ- સાયલા), પ.પૂ. મહંત શ્રી કનિરામબાપુ ( વડવાળા દેવ મંદિર, દુધરેજ) આશીર્વચન આપશે.
દિપકસિંહ વાઘેલા
તંત્રી : લીંબડી ટાઈમ્સ – સાપ્તાહિક
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






